અમેરિકન સિંગર અને ગીતકાર બ્રિટની સ્પીયર્સને લઈ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિટની સ્પીયર્સના લાંબા સમયથી મેનેજર રહી ચૂકેલા લેરી રુડોલ્ફે કહ્યું કે તેઓ હવે પર્ફોર્મ નહીં કરી શકે.

એક ખાનગી મીડિયા સાથે વાત કરતા રુડોલ્ફે કહ્યું કે,‘ગાયન કરિયરના માર્ગદર્શક તરીકે હું તેની સાથે કામ કરનારાઓ અન્ય પ્રોફેશનલ્સને કહેવા માંગું છું કે બ્રિટની સ્પીયર્સ હવે વેગાસ નિવાસે પરત નથી જઈ રહી અને જ્યાં સુધી સંભવ છે ત્યાં સુધી તેઓ નહીં જાય.’ તમને જણાવી દઈએ કે રુડોલ્ફ સ્પીયર્સના કરિયરને સફળ બનાવવા માટે ત્યારથી લાગેલા છે. જ્યારેથી 1999માં સ્પીયર્સની પહેલી આલ્બમ ‘બેબી વન મોર ટાઇમ’ રિલીઝ થઈ હતી.

રિપોર્ટ પ્રમાણે રુડોલ્ફે વધુ ઉમેરતા કહ્યું કે,‘હું તેના જીવનમાં લાંબા સમયથી સાથે છું અને હું તેને મારી દિકરીની જેમ માનું છું. આ મારી માટે ઘણું ભાવનાત્મક અને મુશ્કેલ છે. વ્યક્તિગત રીતે હું તેના માટે એક શાંત જગ્યાની શોધ કરી રહ્યો છું. જ્યાં તેને ખુશી મળે. હવે આ કરિયર માટે નહીં પરંતુ જીવન માટે છે.’

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્રિટની સ્પીયર્સના પિતા જેમી સ્પીયર્સના સ્વાસ્થ્યને લીધે લાસ વેગાસના નિવાસને સ્થગિત કર્યા પછી બ્રિટનીને મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે જેમી બ્રિટની 2008થી એક સહ-સંરક્ષક તરીકે તેની સાથે હતા. જેમીની બીમારીમાં સુધારો થતો નથી અને પિતાના નબળા સ્વાસ્થ્યના કારણે માનસિક તાણથી પસાર થતી બ્રિટીનીને પણ એક મહિનાની સ્વાસ્થ્ય તપાસ સેવા લેવી પડી હતી. રુડોલ્ફે જણાવ્યું કે,‘બ્રિટની સ્વાસ્થ્ય સુધારા પર ધ્યાન આપી રહી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શું હવે સ્ટેજ પર્ફોર્મ નહીં કરી શકે બ્રિટની સ્પીયર્સ, જાણો કેમ લીધો આ નિર્ણય appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/american-singer-britney-spears-may-cant-perform-manager-says/
via Best Gujarati News

0 Comments