‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ફેમ એક્ટર વિક્કી કૌશલનો આજે 31મો જન્મ દિવસ છે. તેઓ હાલ ફિલ્મ ‘ઉધમ સિંહ’ની શૂટિંગમાં વ્યસ્ત છે અને દેશની બહાર છે. પોતાના જન્મ દિવસે ઘરથી દૂર વિક્કીએ આ દિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરવાનો પ્લાન કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ વિક્કીએ શૂટથી બે સપ્તાહની રજા લઈને ન્યૂ યોર્ક ખાતે કન્ટ્રીસાઇડ પર એક વિલા બુક કર્યો છે. વિક્કીના બર્થ ડે સેલિબ્રેશનમાં તેના કોલેજના ફ્રેન્ડ્સ સામેલ થશે. વિક્કીના આ મિત્ર બોસ્ટન અને ન્યૂજર્સીમાં રહે છે.

વિક્કી કૌશલ હાલ રજાઓની મજા માણી રહ્યો છે. વિક્કીએ તાજેતરમાં તેના હોલિડેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જ્યારે બર્થ ડે પહેલા વિક્કી કૌશલ સમય કાઢીને દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર અને પત્ની નીતૂ કપૂરને મળવા પહોચ્યો હતો. સોશિયલ મીડિયા પર શેર તસવીરોમાં વિક્કી કપૂર્સ સાથે પોઝ આપતા દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો: શું ‘ઉરી’ ફેમ વિક્કી કૌશલનું થયું બ્રેકઅપ? જાણો કોને કરતો હતો ડેટ

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા વિક્કી કૌશલના બ્રેક અપના સમાચાર પણ સામે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ વિક્કી મોડલ અને ડાન્સર હરલીન શેટ્ટીને ડેટ કરી રહ્યો હતો. પરંતુ થોડા દિવસ બાદ કોઈ કારણસર હરલીને વિક્કીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યો. ત્યાર બાદથી બન્ને વચ્ચે બ્રેક અપ થયાના સમાચાર ફેલાયા હતા. જોકે આ વિશે અત્યાર સુધી બન્નેમાંથી કોઈએ ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચો: ઉધમ સિંહની બાયોપિકમાં દેખાશે વિક્કી કૌશલ, સામે આવ્યો ફર્સ્ટ લુક

વિક્કી હાલ સુજિત સરકારની ફિલ્મમાં ‘ઉધમ સિંહ’નો પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મ 2020માં રિલીઝ થશે એવી સંભાવના છે. ઉધમ સિંહે વર્ષ 1919માં અમૃતસરમાં થયેલ જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે સ્વતંત્રતા પૂર્વ ભારતના પંજાબ રાજ્યના પૂર્વ લેફ્ટિનેંટ જનરલ માઈકલ ઓ ડાયરની હત્યા કરી હતી અને આ કારણે 1940માં જુલાઈમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. આ ફિલ્મ સિવાય વિક્કી પાસે કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post BirthDay: ‘URI’ ફેમ વિક્કી કૌશલે જન્મ દિવસ ઉજવવા માટે બનાવ્યો આ ખાસ પ્લાન appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/actor-vicky-kaushal-will-celebrate-his-birthday-in-us/
via Best Gujarati News

0 Comments