ઇંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વિશ્વ કપનાં ટૂર્નામેન્ટ નિર્દેશક સ્ટીવ એલવર્થીએ સોમવારનાં દાવો કર્યો કે વિશ્વ કપ 2019ની એક લાખથી વધારે ટિકિટો મહિલાઓએ ખરીદી છે. એલવર્થીએ આઈસીસીનાં વિજ્ઞાપનમાં કહ્યું કે, “110000થી વધારે મહિલાઓએ ટિકિટ ખરીદી છે. વિશ્વ કપને જોવા અને અનુભવ કરવા માટે એક લાખથી વધારે દર્શકો 16થી ઓછી ઉંમરનાં પણ આવશે.’

આઈસીસીએ આશા વ્યક્ત કરી છે કે આ ટૂર્નામેન્ટથી યુવા ખેલાડી રમત સાથે જોડાવવા માટે પ્રેરિત થશે. આઈસીસીની જાહેરાત અનુસાર ટૂર્નામેન્ટની ટિકિટો માટે 30 લાખથી વધારે આવેદન આવ્યા હતા. ટૂર્નામેન્ટની કેટલીક મેચોની ટિકિટ માટે 40000 સુધી આવેદન આવ્યા છે.

વિશ્વ કપની શરૂઆત 30 મેનાં યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચેની મેચથી થશે. ટૂર્નામેન્ટ દરમિયાન 10 ટીમો રાઉન્ડ રૉબિન ફૉર્મેટમાં એક-બીજા સામે ટકરાશે, જેમાંથી ટૉપની ચાર ટીમો સેમીફાઇનલમાં પહોંચશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મહિલાઓમાં પણ છવાયો ક્રિકેટ વર્લ્ડ કપનો જાદૂ, ખરીદી લીધી આટલી ટિકિટો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/women-cricket-fan-also-crazy-for-cricket-world-cup-2019/
via Best Gujarati News

0 Comments