શ્રીલંકાના દિગ્ગજ પેસ બોલર લસિત મલિંગાએ બેટ્સમેનોને ચેતવણી આપીને જણાવ્યું હતું કે તે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં હેટ્રિક ઝડપી શકે છે. હું વધુ એક હેટ્રિક ઝડપી શકું છું અને વર્લ્ડ કપમાં આ વિશેષ રહેશે.

નોંધનીય છે કે મલિંગાએ ૨૦૦૭ના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે ચાર બોલમાં ચાર વિકેટ ઝડપીને સનસનાટી મચાવી હતી.

મલિંગાએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડના વાતાવરણમાં મને બોલિંગ કરવાનો આનંદ આવે છે. ક્યારેક વધારે પડતી ગરમી કે ઠંડી હોય છે અને આ બોલર્સ માટે સૌથી મોટા પડકાર સમાન રહે છે. મલિંગા એક વિકેટ ઝડપવાની સાથે વન-ડેમાં સર્વાધિક વિકેટ ઝડપનાર ટોપ-૧૦ બોલર્સની યાદીમાં સામેલ થઇ જશે.

શ્રીલંકન ટીમના સંદર્ભમાં મલિંગાએ ઉમેર્યું હતું કે યુવા ખેલાડીઓ વર્લ્ડ કપમાં પોતાને સાબિત કરવા માટે આતુર છે. યુવા ખેલાડીઓ ઘણા ટેલેન્ટેડ છે. ઇંગ્લેન્ડ દાવેદાર, ભારત અને ઓસ્ટ્રેલિયાનો દાવો પણ મજબૂત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડકપ પહેલા શ્રીલંકાના આ બોલરે તમામ બેટ્સમેનોને આપી ચેતવણી, જાણો શું કહ્યું? appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/srilankan-pacer-lasith-malinga-warns-batsman-eager-to-take-another-hattrick/
via Best Gujarati News

0 Comments