વર્લ્ડકપ 2019: આજે ભારત આ ટીમ સામે રમશે વોર્મ-અપ મેચ, ચોથા ક્રમાંકની સમસ્યા હજી પણ ચાલુ
પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે બાંગ્લાદેશ સામે અહીંના સોફિયા ગાર્ડન ખાતે પોતાની બીજી તથા અંતિમ વોર્મ-અપ મેચ રમશે. આ મેચમાં વિજય હાંસલ કરીને ભારતીય ટીમ સકારાત્મક અભિગમ સાથે ૩૦મી મેથી રમાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં રમવા માગશે. બીજી તરફ બાંગ્લાદેશને વોર્મ-અપ મેચ રમવાની તક મળી નથી કારણ કે પાકિસ્તાન સામેની તેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી.
આ ટીમ વર્લ્ડ કપમાં પોતાની ક્ષમતાના આધારે મેજર અપસેટ સર્જી શકે છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરી હતી. બાંગ્લાદેશ સામે તે ટોસ જીતીને સંભવિત રનચેઝ કરવાનો પ્રયાસ કરે તેવી પૂરી સંભાવના છે.
ન્યૂઝીલેન્ડ સામેના પરાજયના કારણે ભારતીય ટીમને પોતાના પ્રદર્શનની સમીક્ષા કરવાની ફરજ પાડી દીધી છે. કોચ રવિ શાસ્ત્રી તથા કોહલીએ ટીમના અન્ય ખેલાડીઓને સ્વિંગ સામે સાવધ રહેવા માટેની સલાહ આપી છે. ટ્રેન્ટ બાઉલ્ટ સામે ભારતનો ટોચનો ક્રમ વેરવિખેર થઇ ગયો હતો અને કોહલીના આઉટ થયા બાદ વિકેટોનું સતત પતન થયું હતું.
રવીન્દ્ર જાડેજાએ અડધી સદી નોંધાવીને ટીમના સ્કોરે ૧૦૦ની પાર પહોંચાડયો હતો. બીજી વોર્મ-અપ મેચમાં બાંગ્લાદેશના બોલર્સ ન્યૂઝીલેન્ડના પેસ બોલર્સની જેમ સ્વિંગ ઓછા કરી શકે છે. ભારત પ્રથમ પરાજયથી સ્તબ્ધ છે અને બીજો પરાજય મેજર ટૂર્નામેન્ટ પહેલાં તેના મનોબળને તોડનાર બની શકે છે. ટીમની બેટિંગને વધારે આત્મવિશ્વાસથી રમવાની જરૃર છે અને કોહીલ ઉપરાંત બાકીના બેટ્સમેનોએ પોતાની રમતને સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ બનાવવી પડશે.
બાંગ્લાદેશ સામે ભારત રનચેઝ કરશે તો ચોથા ક્રમે કોણ રમશે તે મોટો પ્રશ્નાર્થ છે. વર્લ્ડ કપ પહેલાં ભારત તેની ચોથા ક્રમાંકની સમસ્યા ઉકેલી નાખે તે ખાસ જરૃરી છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતની બોલિંગ સારી રહી હતી અને આમ પણ ભારત માટે આ મજબૂત પાસું છે.
બાંગ્લાદેશને અત્યાર સુધી પ્રેક્ટિસ મેચ રમવાની તક મળી નથી. ભારત સામેની મેચ તેની પૂર્વતૈયારીને અંતિમ ઓપ આપશે. બાંગ્લાદેશ પાસે તમિમ ઇકબાલ, સૌમ્યા સરકાર, સબ્બીર રહેમાન, મોહમ્મદ મિથુન, ઓલરાઉન્ડર સાકિબ અલ હસન જેવા અનુભવી ખેલાડીઓ હોવાથી વોર્મ-અપ મેચ પણ રસપ્રદ બની રહેશે તેવી પૂરી સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડકપ 2019: આજે ભારત આ ટીમ સામે રમશે વોર્મ-અપ મેચ, ચોથા ક્રમાંકની સમસ્યા હજી પણ ચાલુ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/icc-world-cup-2019-india-look-to-solve-batting-woes-against-bangladesh-in-last-warm-up/
via Best Gujarati News
0 Comments