યુકે યુરોપનો એવો દેશ છે, જે ઇન્ટરનેટ પર લોગિંગ થવાની વાત હોય તો દેશના પુખ્તવયના લોકોમાંથી ૯૧ ટકા લોકો નિયમિતપણે ઓનલાઇન જોવા મળે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા દર્શાવે છે કે યુકે હવે ડેન્માર્ક અને લક્સમબર્ગ પછી ઇન્ટરનેટના ઉપયોગમાં ત્રીજા ક્રમે આવતો દેશ છે.  ૧૬થી ૪૪ વર્ષની વયના લગભગ તમામ લોકો હાલમાં તમને ઓનલાઇન મળે છે. હવે તો યુવાનો તો ઠીક વૃદ્ધો પણ ઇન્ટરનેટનો ઉપયોગ વધુ કરવા માંડયા છે. તેમની સંખ્યા પણ વધી રહી છે, તેને કારણે યુવાન યૂઝરો સાથેનું વયનું અંતર ઘટી રહ્યું છે.

ઉત્તર આયર્લેન્ડમાં ઈન્ટરનેટનો સૌથી ઓછા વપરાશ

ટેકનોસેવી ગણાતા જર્મની, નેધરલેન્ડ્સ અને સ્વિડન જેવા દેશોથી આગળ નીકળી જઈને યુકે હવે ત્રીજા ક્રમે આવ્યું છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા દેશોની યાદીમાં સૌથી નીચે બલ્ગેરિયા, રોમાનિયા અને ગ્રીસ આવે છે, આ દેશોમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો ૬૫ ટકા છે.  આ સમય ગાળામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા ૭૫ વર્ષ કે તેથી વધુ વયના લોકોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. ૨૦૧૧માં ૭૫ વર્ષ કે તેથી વધુ વયના ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓ ૨૦ ટકા હતા, જેમની સંખ્યા વધીને હવે ૪૭ ટકા થઈ છે ! યુકેના લંડન તથા દક્ષિણ પૂર્વ વિસ્તારમાં ઇન્ટરનેટના સૌથી વધુ વપરાશકારો છે. એ સંખ્યા ૯૩ ટકા છે, જ્યારે ઓછા વપરાશકારો ઉત્તર આયર્લેન્ડમાં છે, જ્યાં ૮૭ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.  જ્યારે ટેક્નોલોજીના બંધાણ અંગે હાલ સંસદીય તપાસ ચાલી રહી છે, ત્યારે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયાનું વ્યસન થઈ જવાના જોખમની ચર્ચાઓ ચોમેર થઈ રહી છે, ત્યારે આ તારણો આવ્યા છે.

૧૬થી ૭૪ વર્ષની વયના ૯૫ % ઈન્ટરનો ઉપયોગ કરે

૨૦૧૧થી ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં ૬૫થી ૭૪ વર્ષની વયના વૃદ્ધોની સંખ્યામાં સૌથી મોટો વધારો થયો છે. ૨૦૧૧માં એ વયના ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓ ૫૩ ટકા હતા, જે હવે ૮૩ ટકા થયા હોવાનું ઓએનએસે જણાવ્યું હતું.  ૨૦૧૯માં ૧૬થી ૪૪ વર્ષના લગભગ તમામ પુખ્તવયના લોકો એટલે કે ૯૯ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યારે ૧૬થી ૭૪ વર્ષની વયના ૯૫ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

કઈ રીતે વૃદ્ધો ટેકનોસેવી બની રહ્યા છે ?

  • ૨૦૧૯માં યુકેમાં કુલ પુખ્ત વયના લોકોમાંથી ૯૧ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યારે ૧૬થી ૪૪ વર્ષની વયના ૯૯ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
  • ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા વૃદ્ધોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે યુવા યૂઝરો સાથે વયનું અંતર ઘટી રહ્યું છે.
  • ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા ૭૫ કે તેથી વધુ વયના લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ૨૦૧૧માં ફક્ત ૨૦ ટકા વૃદ્ધો જ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા, જ્યારે આજે ૪૭ ટકા લોકો ઉપયોગ કરે છે.

એક તરફ ઇન્ટરનેટના બંધાણ અંગે સરકાર ચિંતિત તો બીજી તરફ યૂઝરોમાં વધારો !

સરકારે હાલમાં જ ઓનલાઇન નુકસાન અંગે વ્હાઇટ પેપર પ્રકાશિત કર્યું છે, જેમાં ટેક્નોલોજી અને ઇન્ટરનેટ કંપનીઓ માટે સ્વતંત્ર નિયંત્રણકાર મૂકવાનું પણ સૂચન કર્યું છે. ઉપરાંત વપરાશકર્તાઓને સુરક્ષિત રાકવા માટેની કાળજી રાખવાની ફરજ હોવાનું પણ નોંધવામાં આવ્યું છે.  એપલ અને ગૂગલ સહિતની કેટલીય કંપનીઓએ નવા વેલ બિઇંગ ટૂલ્સ રજૂ કર્યા છે, જે યૂઝરોને તેમના સ્ક્રીન ટાઇમને નિયંત્રણ કરવા ઉપયોગી છે.

પુખ્તવયના અપંગ ઇન્ટરનેટ યૂઝરો પણ વધ્યા

આ આંકડા દર્શાવે છે કે ૨૦૧૯માં ઇન્ટરનેટ યૂઝર અપંગ પુખ્તવયના લોકોની સંખ્યા પણ પહેલી વખત ૧૦૦ લાખ એટલે કે ૧ કરોડ ઉપર જઈ પહોંચી છે. મતલબ કે કુલ અપંગ પુખ્તવયના લોકો છે, તેમાંથી ૭૮ ટકા અપંગ પુખ્તવયના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઇન્ટરનેટનો સૌથી વધારે ઉપયોગ કરતા યુરોપના દેશોમાં યુકે ત્રીજા ક્રમે appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/internet-the-most-super/
via Best Gujarati News

0 Comments