મોદી સરકારની એક વખત ફરી સત્તામાં વાપસીની સાથે જ સ્વિટ્ઝરલેન્ડે પણ પોતાના ત્યાં બેન્કોમાં પૈસા રાખનાર ભારતીયો પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. સ્વિટ્ઝરલેન્ડે આવા ભારતીયોના સંબંધમાં માહિતીઓ શેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બ્લેકમની જમા કરવા માટે સૌથી સુરક્ષિત જગ્યા મનાતા સ્વિટ્ઝરલેન્ડે ગયા સપ્તાહે જ અંદાજે એક ડઝન ભારતીયોને આ સંબંધમાં નોટિસ ફટકારી છે.

માર્ચથી અત્યાર સુધીમાં 25 ભારતીય એકાઉન્ટ હોલ્ડર્સને નોટિસ
કાળાનાણાં માટે સ્વર્ગ ગણાતી સ્વિસ બેન્કે એકાઉન્ટ હોલ્ડર્સના નામ શેર કરવાના નામમાં તેજી દેખાડી છે. ગયા સપ્તાહે જ લગભગ એક ડઝન ભારતીયોના એકાઉન્ટ હોલ્ડર્સની નોટિસ જાહેર કરી છે. માર્ચ થી લઇને અત્યાર સુધીમાં કમ સે કમ 25 ભારતીય એકાઉન્ટ હોલ્ડર્સને નોટિસ રજૂ કરીને સ્વિસ અધિકારીઓએ ભારતની સાથે તેમની માહિતી શેર કરવા સાથે જોડાયેલી આપત્તિ વ્યક્ત કરી છે. નોટિસમાં સ્વિટ્ઝરલેન્ડે ભારતીય ક્લાયન્ટસને ઇન્ફોર્મેશન શેરિંગની વિરૂદ્ધ અપીલનો છેલ્લો મોકો આપ્યો છે.

સ્વિસ બેન્કોના વિદેશી ક્લાયન્ટસની માહિતી શેર કરનાર સ્વિટ્ઝરલેન્ડ સરકારી એજન્સી ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશનના એનાલિસિસ કરવા પર ખબર પડી છે કે તાજેતરના મહિનાઓમાં કેટલાંય દેશોની સાથે માહિતી શેર કરવાના પ્રયાસોમાં ત્યાંની સરકારની તરફથી કાર્યવાહી ઝડપી દેખાય છે. જો કે ભારત સાથે જોડાયેલા આ પ્રકારના મામલામાં ગયા સપ્તાહે જ તેજી દેખાડી રહ્યા છે.

આ લોકોના નામ આવ્યા સામે
મળતી માહિતી પ્રમાણે માત્ર 21મી મેના રોજ જ કમ સે કમ 11 ભારતીયોને નોટિસ રજૂ કરાઇ છે. સ્વિસબેન્કના ગેઝેટ નોટિફિકેશનમાં કેટલાંય લોકોના પૂરા નામનો ઉલ્લેખ તો નથી, પરંતુ તેની જન્મતિથિ અને નાગરિકતા બતાવામાં આવી છે. જો કે તેમાં 2 ભારતીયોના નામનો ખુલાસો કરાયો છે. કૃષ્ણ ભગવાન રામચંદ, તેમની જન્મતારીખ – મે, 1949 અને કલ્પેશ હર્ષદ કિનારીવાલા તેમની જન્મતારીખ સપ્ટેમ્બર-1972ના નામોનો તેમાં ઉલ્લેખ છે. આ લોકો અંગે બહુ ખાસ માહિતી સ્વિસ એજન્સીઓની તરફથી અપાઇ નથી.

બાકી નામોનો ઉલ્લેખ માત્ર તેમની જન્મતારીખ અનુસાર કરાઇ છે. નોટિફિકેશનમાં તમામને 30 દિવસની મુદત આપી છે. તેમાં કહ્યું છે કે પૂરતા ડોક્યુમેન્ટસની સાથે ભારતની સાથે ‘પ્રશાસનિક સહયોગ’ માટે માહિતી શેર કરવાની વિરૂદ્ધ તમામ 30 દિવસની અંદર અપીલ કરી શકે છે. તેમાં અનુમાન લગાવાઇ રહ્યો છે કે સ્વિટઝરલેન્ડ આ ક્લાયન્ટસની માહિતી ભારતીય એજન્સીઓની સાથે ટૂંક સમયમાં જ શેર કરી શકે છે.

7મી મેના રોજ ભારતીય નાગરિક રતન સિંહ ચૌધરીને પણ આ પ્રકારની નોટિસ મોકલાઇ હતી અને 10 દિવસની અંદર અપીલ કરવાનું કહ્યું હતું. આ સિવાય કુલદીપ સિંહ ધીંગરા, અનિલ ભારદ્વાજ વગેરેને પણ આ પ્રકારની નોટિસ ફટકારાઇ ચૂકી છે. માનવામાં આવે છે કે આ નોમાંથી કેટલાંયનો ઉલ્લેખ એચએસબીસી અને પનામા પેપર્સના લિસ્ટમાં પણ છે.

આ વીડિયો પણ જુઓ : ભારતની જનતાએ ફરી સાબિત કરી બતાવ્યું ‘મોદી હૈ તો મુમકીન હૈ’: યોગી આદિત્યનાથ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સ્વિસબેન્કમાં કાળુનાણું રાખનારની ખેર નથી! 1 જ દિવસમાં 11 ભારતીયોને નોટિસ, આ લોકોના નામ આવ્યા સામે appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/switzerland-notifies-11-indians-on-sharing-bank-account-information/
via Best Gujarati News

0 Comments