નેપાળની રાજધાની કાઠમંડુ ટ્રિપલ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું, રીતસરની નાસભાગ, 4 લોકોના મોત
ભારતના પાડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારના રોજ 3 બોમ્બ બ્લાસ્ટ થયા છે. તેમાં ચાર લોકોના મોત અને સાત ઘાયલ થયા છે. હજુ સુધી આ બ્લાસ્ટની પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. તેના પર નેપાળ પોલીસનું કહેવું છે કે એવી આશંકા છે કે આ બોમ્બ બ્લાસ્ટની પાછળ માઓવાદી સંગઠનોનો હાથ હોવાની આશંકા છે. હાલ પોલીસ તમામ બાબતોની તપાસ કરી રહ્યું છે.
પહેલો બ્લાસ્ટ કાઠમંડુ શહેરની વચ્ચોવચ્ચ આવેલા વિસ્તારમાં થયો. ઘાતેકુલો રહેણાંક વિસ્તારમાં આવેલ એક ઘર પર થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું. સ્થાનિક લોકોના માટે ધડાકો એટલો પ્રચંડ હતો કે મકાનની દિવાલો ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. ત્યારબાદ બીજો બ્લાસ્ટ શહેરના બહારના ભાગમાં આવેલા સુકેધારામાં થયો. ત્રીજો બ્લાસ્ટ થાનકોટ વિસ્તારમાં થયો.
ત્રણ બોમ્બ ધડાકામાં ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા. જ્યારે એક વ્યક્તિનું મોત હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયું. પોલીસ અધિકારી શ્યામ લાલ ગ્યાવલીના મતે પહેલાં બ્લાસ્ટવાળા સ્થાન પરથી માઓવાદી સંગઠનો સાથે જોડાયેલ કેટલીક પેચીદી વસ્તુઓ મળી છે. તેમનું કહેવું છે કે આશંકા છે કે આ ધડાકાની પાછળ માઓવાદી સંગઠનોનો હાથ છે, જે સરકારની વિરૂદ્ધમાં છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મકાનનો માઓવાદી સંગઠન બોમ્બ બનાવા માટે ઉપયોગ કરતા હતા. એક ઘાયલ વ્યક્તિ પણ તેમનો સમર્થક છે.
આપને જણાવી દઇએ કે ગયા મહિને ઇસ્ટરના અવસર પર શ્રીલંકામાં નવ આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આત્મઘાતી હુમલાખોરો એ આખા દેશને હચમચાવી દીધો હતો. આ આતંકવાદી હુમલામાં 258 લોકો મૃત્યુ પામ્યા હતા અને 500થી વધુ લોકો ઘાયલ થઇ ગયા હતા. શ્રીલંકન પોલીસે ધડાકાના કેસમાં સ્થાનિક ઇસ્લામિક ગ્રૂપ નેશનલ તૌહીદ જમાત અને તેના એક સરગના જાહરાન કાસિમે કથિત રીતે જોડાયેલા પાંચ શંકાસ્પદોની ધરપકડ કરી હતી.
આ વીડિયો પણ જુઓ: સુરત અગ્નિકાંડ મામલે આજે CM રૂપાણીને રિપોર્ટ સોંપાશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નેપાળની રાજધાની કાઠમંડુ ટ્રિપલ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું, રીતસરની નાસભાગ, 4 લોકોના મોત appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/four-killed-seven-injured-in-three-separate-blasts-in-nepal/
via Best Gujarati News
0 Comments