મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘને એ સમયે મોટો ફટકો લાગ્યો જ્યારે તેના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાને લઇને લગ્ન કરાવનારી વેબસાઇટનો દુરઉપયોગ કરીને વ્હોટ્સએપ પર મહિલા સાથે અશ્લિલ વાતો કરી હોવાનો મેલ સભ્યો પાસે આવ્યો. સંજીવ એ જ વ્યક્તિ છે જેણે સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ પર સીએસીનાં સભ્યો રહેવા છતા આઈપીએલ ફ્રેંચાઇઝીની સાથે જોડાવવાને લઇને BCCI લોકપાલ ડી.કે. જૈનને હિતોનાં ટકરાવની ફરિયાદ કરી હતી.

મેઇલમાં કહેવામાં આવ્યું છે કે સંજીવે ઑનલાઇન પ્લેટફૉર્મનો ઉપયોગ પહેલા મહિલા સાથે સંપર્ક સાધવા માટે કર્યો અને પછી અશ્લીલ વાતો કરી. એટલા સુધી કે ફરિયાદી મહિલાએ આ મુદ્દાને ઉઠાવ્યો અને સંજીવની પ્રોફાઇલ બ્લોક કરવા સાઇટને જણાવ્યું. આ મેલ આવ્યા બાદ એમપીસીએનાં સભ્ય રાજ સિંહ ચૌહાણે સચિવ મિલિંદ કાનમાડિકરને લખ્યું, ‘આજે મને એક પત્ર મળ્યો જેમાં કેટલાક કાગળો છે. આ પત્ર સંજીવની વિરુદ્ધ ફરિયાદ છે અને આ ફરિયાદ એક મહિલાએ કરી છે.’ તેમણે કહ્યું કે, ‘મહિલાનું કહેવું છે કે આ વ્યક્તિ એમપીસીએનો સભ્ય સંજીવ ગુપ્તા છે.’ તેમણે કહ્યું કે, ‘આ સંબંધે તેણે કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ ફરિયાદ કરી હતી.’

તેમણે જણાવ્યું કે, ‘આ મામલો ફેબ્રુઆરી 2019નો છે. હું સાથે તે પત્ર જોડું છું. તમે પત્રમાં લખેલી માહિતીને તપાસો અને અમને જણાવો કે આ પ્રકારનાં મુદ્દાઓની એમપીસીએમાં રીપોર્ટ કરી શકાય છે કે નહીં.’ લગ્ન કરાવનારી વેબસાઇટ પર જે ફરિયાદ છે તેમાં લખવામાં આવ્યું છે કે, ‘આ સાઇટ કોઈ સંજીવ ગુપ્તા નામનાં વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહી છે જે ઇંન્દોરનો રહેવાસી છે અને તેની આઈડી 19997366 છે. તે આ સાઇટનો ઉપયોગ અશ્લીલ વાતો માટે કરે છે. તે મહિલાઓને ભોળવે છે અને વ્હોટ્સએપ વિડીયો ચેટ દ્વારા અશ્લિલ વાતો કરે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સચિન તેંડુલકર વિરુદ્ધ ફરિયાદ કરનાર વ્યક્તિએ મહિલા સાથે કરી અશ્લિલતાની હદ પાર appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/molestation-complain-against-sanjeev-gupta/
via Best Gujarati News

0 Comments