મોસમ અને પિચનો મિજાજ ઇંગ્લેન્ડમાં થઈ રહેલી મેચોને પ્રભાવિત કરી રહ્યા છે. ભારતીય ટીમ વિશ્વ કપમાં 5 જૂનનાં રોજ દક્ષિણ આફ્રિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરતા પહેલા મંગળવારનાં બાંગ્લાદેશ સામે પોતાની બીજી પ્રેક્ટિસ મેચ રમવા ઉતરશે. પહેલી પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન કર્યું હતુ, જેના પરિણામે ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટે પરાજય થયો હતો. તો બાંગ્લાદેશની ટીમની પ્રેક્ટિસ મેચ રવિવારનાં પાકિસ્તાન સામે હતી, પરંતુ વરસાદનાં કારણે મેચ રદ્દ થઈ હતી. બંને ટીમોનો પ્રયત્ન વિશ્વ કપ પહેલા પ્રેક્ટિસ મેચમાં જીત મેળવવાનો હશે.

ભારતીય ટીમ મેનેજમેન્ટને એ વાતની પણ ચિંતા હશે કે ઇજાગ્રસ્ત વિજય શંકર અને કેદાર જાધવને મેચ પ્રેક્ટિસ નથી મળી રહી. કેનિંગ્ટન ઑવલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમે સીમ અને સ્વિંગની આગળ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે ભારતનાં બંને ઑપનર્સ રોહિત શર્મા અને શિખર ધવન સહિત કોહલી, ધોની, કાર્તિક, કેએલ રાહુલ જેવા તમામ બેટ્સમેન્સ નિષ્ફળ ગયા હતા. હાર્દિક પંડ્યાએ જો કે થોડીક રાહત આપી હતી અને ત્યારબાદ નીચેના ક્રમે બેટિંગમાં આવેલા રવિન્દ્ર જાડેજાએ 54 રન બનાવ્યા હતા, જેની મદદથી ભારત 179 રનનાં આંકડા સુધી પહોંચી શક્યુ હતુ.

જો કૉર્ડિફમાં પણ વાદળ છવાયેલા રહે છે તો બાંગ્લાદેશનાં બૉલર્સ મુસ્તાફિઝુર અને રૂબેલ હુસૈનનો સામનો કરવો પણ આસાન નહીં હોય. રોહિત અને શિખર ઉપરાંત વિરાટ કોહલી પણ મોટી ઇનિંગ રમવા ઇચ્છશે. ભારત માટે નંબર-4 અને નંબર-6 ચિંતાનો વિષય છે, કેમકે આ ક્રમ પરનાં વિજય શંકર અને કેદાર જાધવ ઇજાગ્રસ્ત છે. તો કેએલ રાહુલ પહેલી પ્રેક્ટિસ મેચમાં નિષ્ફળ રહ્યો હતો.

ભારતીય બૉલર્સની વાત કરીએ તો બુમરાહ અને શમીએ ન્યૂઝીલેન્ડ સામે સારી બૉલિંગ કરી હતી. જો કે ભુવનેશ્વરની બૉલિંગ ભારત માટે ચિંતાનો વિષય છે. આ ઉપરાંત કુલદીપ યાદવ પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ: ભારત માટે શંકર-જાધવ બન્યા ચિંતા, આવતીકાલે બાંગ્લાદેશ સામે બીજી પ્રેક્ટિસ મેચ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/indian-will-take-on-to-bangladesh-in-second-practice-match/
via Best Gujarati News

0 Comments