દાદા – નાના બનતા પહેલા મુકેશ અંબાણીએ આટલા કરોડમાં ખરીદી બ્રિટેનની રમકડાં કંપની
દેશના સૌથા અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયંસ બ્રાન્ડસ્ લિમિટેડએ મોટો નિર્ણય કર્યો છે. કંપનીએ બ્રિટેનની એક રમકડાં બ્રાંડ હૈમલેઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડનું 6.79 કરોડ પાઉંડ અથવા અંદાજીત 620 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કરવાનું જાહેરાત કરી છે. 12 ડિસેમ્બર 2018માં મુકેશ અંબાણીની દિકરી ઈશાના લગ્ન આનંદ પિરામલથી થયા હતા. જે પછી 9 માર્ચ 2019ના તેમના પુત્ર અને કારોબારી રસેલ મહેતાની દિકરી શ્લોકાના લગ્ન ધામધુમથી થયા હતાં.
રિલાયંસ બ્રાંડ્સના અધ્યક્ષ અને CEO દર્શન મહેતાએ કહ્યું કે, વૈશ્વિક સ્તર પર પ્રસિદ્ધ હૈમલેઝ બ્રાંડ અને કારોબારની અધિગ્રહણ થી રિલાયંસ વૈશ્વિક રમકડાની રિટેલ બજારમાં એક પ્રમુખ વિક્રેતા બની શકશે. તેમણે કહ્યું કે, વ્યક્તિગત રીતે આ મારા માટે એક સપનું પુરૂ થવા જેવું છે.
50 વર્ષની જૂની છે કંપની
તેમણે કહ્યું કે, 250 વર્ષ જૂની આ બ્રિટીશ ટોય કંપનીએ રીટેલર માર્કેટને આગળ વધાર્યું હતું. જાણકારી મુજબ, રિલાયંસ બ્રાંડ્સ, હૈમલેઝ ગ્લોબલ હોલ્ડીંગ્સ લિમિટેડની 100 ટકા ભાગીદારી ખરીદી લેશે. આ બ્રાંડનાં 18 દેશોમાં 167 સ્ટોર છે. ભારતમાં હૈમલેઝની માસ્ટર ફ્રેન્ચાઈઝી છે અને હાલ 29 શહેરો માં 88 સ્ટોર ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દાદા – નાના બનતા પહેલા મુકેશ અંબાણીએ આટલા કરોડમાં ખરીદી બ્રિટેનની રમકડાં કંપની appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/mukesh-ambani-bough-britain-oldest-toy-company-before-being-grandfather/
via Best Gujarati News

0 Comments