ફ્લાઇટના 3 કલાક પહેલા ટિકિટ બુક કરવા પર Air India આપશે ભારે છૂટ, જાણો શું છે ઓફર
રાષ્ટ્રીય એરલાઇન એર ઈન્ડિયાએ ઘરેલું મુસાફરો માટે એક ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ ફ્લાઇટના ત્રણ કલાક પહેલા ટિકિટ બુક કરવા પર મુસાફરોને ભારે છૂટ આપવાની ઘોષણા કરવામાં આવી છે. ઇમરજન્સીમાં યાત્રીઓને અને છેલ્લી મિનિટે ટિકિટ બુક કરી મોટી ચુકવણી કરનાર મુસાફરોને આ ઓફરનો લાભ મળશે.
મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે એર ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે,‘ફ્લાઇટ પહેલા જો વિમાનમાં સીટ ખાલી હશે તો ત્રણ કલાક પહેલા સીટને ભારે છૂટ સાથે વેચાણ કરવામાં આવશે. પહેલા, અંતિમ ક્ષણોમાં ટિકિટ બુક કરવા પર સમાન્ય ભાડાથી 40 ટકા વધુ ભાડું મુસાફરોએ ચૂકવવું પડતું હતું.’ ઉપરાંત રિપોર્ટ પ્રમાણે એરલાઇન્સના એક પ્રવક્તાએ કહ્યું કે,‘ઇમરજન્સીમાં મુસાફરી કરનાર યાત્રીઓને મોટા ભાગે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ટિકિટ માટે વધુ પૈસા આપવા પડે છે. દરેક વ્યક્તિ આવી રીતે ઇમરજન્સીમાં ટિકિટ લેવામાં સક્ષમ નથી હોતા’.
તેમને કહ્યું કે,‘આ નિર્ણય કમર્શલ રિવ્યૂ મીટિંગમાં લેવામાં આવ્યો છે. ટિકિટ ક્યાંથી પણ ખરીદવામાં આવે તો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.’ આ સિવાય તેમને કહ્યું કે,‘ટિકિટ એર ઈન્ડિયાના કાઉન્ટર, મોબાઇલ એપ, વેબસાઇટ અથવા ટ્રાવેલ એજન્ટથી બુક કરાવી શકાય છે. આ એક અલગ ઓફર છે કારણ કે બાકી એરલાઇન્સનું ભાડું સમય મર્યાદા ઘટવાથી વધે છે.’ જોકે આ ઓફર હેઠળ કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તે વિશે હાલ એરલાઇન્સે કોઈ સ્પષ્ટતા નથી કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ફ્લાઇટના 3 કલાક પહેલા ટિકિટ બુક કરવા પર Air India આપશે ભારે છૂટ, જાણો શું છે ઓફર appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/air-india-give-discount-offer-within-three-hours-before-flight/
via Best Gujarati News
0 Comments