ઇટલીમાં માત્ર 1 યૂરો (લગભગ 78 રૂપિયા)માં ઘર વેચવાની થઇ જાહેરાત
ઇટલીના મનમોહક વિસ્તારમાં 1 યૂરોની કિંમતમાં મકાન ખરીદવાની ખબરથી તમે હબકી શકો છો. જોકે આ જાણી તમને નિરાશા વ્યાપી શકે છે કે આ ડિલ રશિયા અને બ્રિટેનના લોકોને મળી ગઇ છે. સિસલીના સંબૂકા ટાપુના નિવાસીઓ આવકના સાધન પૂરતા પ્રમાણમાં ન હોવાથી તેમની પ્રોપર્ટીને વેચવા મજબૂર બન્યા છે. કેટલાક દાયકા અગાઉ આ વિસ્તાર ઘણો સમૃદ્ધ હતો. પણ 1968માં આવેલ ભૂકંપ બાદ સ્થિતિઓ બદલાઇ ગઇ. ઉદ્યોગિકરણ અને લોકોના શહેરોમાં પલાયન થયા બાદ અહીં ગણતરીના લોકો અને કેટલીક જુની ઇમારતો જ બચી છે.
આ વર્ષ જાન્યુઆરીમાં પોસ્ટકાર્ડ પિક્ચર જેવા આ સુંદર પૌરાણીક ઘરના વેચાણ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં આ ઘરોની બેસ કિંમત 1 યૂરો રાખવામાં આવી હતી. જોકે એક યૂરો કિંમતના આ ઘરોને ખરીદવા માટે સમગ્ર વિશ્વમાંથી લોકોને રસ દાખવ્યો હતો. ઇઝરાયલ, રશિયા, બ્રિટેન, ચિલિના લોકોએ ઘરોને ખરીદવા માટે બોલી લગાવી હતી. અને સૌથી સસ્તું ઘર 1000 યૂરો (લગભગ 78 હજાર રૂપિયા)માં અને સૌથી મોંઘુ ઘર લગભગ 25 હજાર યૂરો એટલે કે 20 લાખ રૂપિયામાં વેચાયું હતુ.
ડિસ્કવરીએ ખરીદ્યા ઘર, કરશે ખાસ કાર્યક્રમ
જો તમે આ ઘર ખરીદવાની તક ગુમાવી દિધી છે તો પણ નિરાશ થવાની જરૂર નથી. તમે આ ઘરોની સાથે સંબૂકા ટાપુના લોકોની જીવનશૈલી વિશે નજીકથી જાણકારી મેળવી શકો છે. વેચાણ થયેલા ઘરોમાંથી કેટલાક ઘર ડિસ્કવરીએ ખરીદ્યા છે. ડિસ્કવરીની યોજના સંબૂકા ટાપુના લોકોની મુશ્કેલ પરિસ્થિતિયોમાં જીવન જીવવાની રીત પર કાર્યક્રમ બનાવવાની છે. ઇટલીના શહેર ભારતીય પ્રવાસીઓને ઘણા પસંદ છે. ટસ્કનીથી લઇ લાઝિયો અને રોમ જેવા શહેરોમાં જનારા પ્રવાસીઓની સંખ્યા વધારે છે. પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખતા સ્થાનિક તંત્ર દ્વારા આ શહેરોમાં પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇટલીમાં માત્ર 1 યૂરો (લગભગ 78 રૂપિયા)માં ઘર વેચવાની થઇ જાહેરાત appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/houses-were-being-auctioned-for-a-base-price-of-1-euro-in-italy/
via Best Gujarati News
0 Comments