દિવસના અંતે શેરબજારમાં નરમાઇ જોવા મળી છે. જેમાં સેન્સેક્સ −95.92 અંક એટલે કે 0.26% ઘટીને 37,462.99 પર અને નિફ્ટી −22.90 અંક એટલે કે 0.20% ઘટીને 11,278 પર શેરમાર્કેટ બંધ થયું છે.

સતત ઘટાડા પછી, શુક્રવારે શેરબજારમાં રિકવરી આવી હતી. પ્રારંભિક ટ્રેડિંગમાં સેન્સેક્સ નજીવા વધારા સાથે ખુલ્યો હતો. બીએસઇ 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 73.45 પોઇન્ટ વધીને 37,632.36 પર ખુલ્યો હતો. બીજી તરફ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી 12.35 પોઈન્ટના વધારા સાથે 11,314.15 પર ખૂલ્યો હતો. પ્રારંભિક ટ્રેડિંગમાં નિફ્ટીના 100 શેરના સ્મોલ-કેપ ઇન્ડેક્સ અને મિડ-કેપ ઇન્ડેક્સમાં અડધા ટકાની મજબૂતાઇ સાથે માર્કેટ ટ્રેડ થઈ રહ્યું હતુ.

અમેરિકન ડોલરની તુલનામાં રૂપિયો આજે ઘટાડા સાથે ખુલ્યો હતો. શુક્રવારે ઓપનિંગ ટ્રેડિંગમાં ડોલર સામે 11 પૈસાના ઘટાડા સાથે રૂપિયો ખૂલ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો ડોલર દીઠ 70.05 ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.94 પર બંધ રહ્યો હતો.

શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, યસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ, હિન્દાલ્કો, વેદાંત, બ્રિટાનિયા, એસબીઆઈ, તાતા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક, ભારતી એરટેલ, હીરો મોટો કોર્પ, સિપ્લા અને એક્સિસ બેન્કમાં મજબૂતી સાથે માર્કેટ ટ્રેડ કરી રહ્યું હતુ. અન્ય વ્યવસાયો HCL ટેક, ભારતી ઇન્ફ્રાટેલ, એશિયન પેઇન્ટ્સ, બીપીસીએલ, આઇઓસી, ટાઈટન કંપની, એચયુએલ, સન ફાર્મા, કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં નબળાઇ સાથે વેપાર થઇ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજારમાં નરમાઇ, સેન્સેક્સ 37,462 અને નિફ્ટી 11,278 પર બંધ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-37462-nifty-11278/
via Best Gujarati News

0 Comments