અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરથી ભારતને થશે નુકસાન!
અમેરિકા અને ચીનની વચ્ચે પ્રચંડ વેગે ટ્રેડવોર જામવાનું વાતારણ બની રહ્યું છે. ટ્રેડવોરથી આગામી દિવસોમાં નિકાસમાં કેટલોક ફાયદો થતો જોવા મળે છે, પણ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસરને જોતા ભારતને નુકસાન વધુ થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો થવાથી અને ડોલર સામે અન્ય મુદ્રાઓની કિંમતમાં અસ્થિરતા હોવાને કારણે ભોગવવું ભારતની અર્થવ્યવસ્થાને પડી શકે છે. જોકે ભારત માટે ચીનમાં 11 અરબ ડોલરનું નવું બાજાર પણ બની શકે છે.
ભારત અને ચીનની વચ્ચે કૃષિ ઉત્પાદોના માર્ગમાં આવતી મુશ્કેલીયોને દૂર કરવા માટે ગુરુવારે નવી દિલ્હીમાં એક અગત્યની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ચીનને તીખા મરચાના ખાદ્ય ઉત્પાદોના નિકાસને લઇ એક સહમતી પર સમજૂતી થઇ છે. પણ ભારત જે મહત્વપૂર્ણ કૃષિ ઉત્પાદોની નિકાસની મંજૂરી ઇચ્છે છે, તેને લઇને ચીનની મનોકામના સકારાત્મક નથી. ભારતે આ અગાઉ ચીનને 380 એવા ઉત્પાદોની એવી યાદી આપી છે કે જેને તે નિકાસ કરવા ઇચ્છે છે. જેથી બન્ને દેશોની વચ્ચે 51 અરબ ડોલરના વેપારની ખોટને પુરી કરી શકાય. તેમાં ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ સિવાય સોયાબીન, એરંડા, અળસી જેવા કેટલાય કૃષિ ઉત્પાદ છે જેના માટે ચીન અત્યારે અમેરિકા પર આધાર રાખે છે.
ભારતમાં નવી સરકાર રચાશે ત્યાર બાદ આ વિશે ગંભીરતાથી વાત થવાની આશા છે. સંયુક્ત રાષ્ટ્રની અંકટાડની રિપોર્ટ પ્રમાણે અમેરિકા-ચીન ટ્રેડવોરથી ભારતને 11 અરબ ડોલરનું માર્કેટ મળી શકે છે. તે માટે ચીન અને ભારત સરકારની વચ્ચે રાજનીતિક સ્તર પર સહમતી દર્શાવવાની રહેશે. નિકાસના ફાયદાને ન જોતા અર્થવ્યવસ્થાના બીજા મોર્ચા પર ભારતીય બજારને પણ ભારે અસ્થિરતાનો સામનો કરવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરથી ભારતને થશે નુકસાન! appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/india-will-also-suffer-from-trade-war-between-us-and-china/
via Best Gujarati News
0 Comments