મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ(એમઆઇપીએલ)એ ગુરુવારે જણાવ્યું હતું કે જૂના ભાગીદાર વિક્રમ બક્ષી સાથે કોર્ટની બહાર જ સમાધાન કરી લીધુ છે. આ હેઠળ, તેઓ સંયુક્ત સાહસ કંપનીમાં બક્ષીનો હિસ્સો ખરીદી રહ્યાં છે. આ કંપની ઉત્તર અને પૂર્વ ભારતમાં મેકડોનાલ્ડ્સના 165 આઉટલેટ ચલાવી રહી હતી. મેકડોનાલ્ડ્સના હાથમાં આ સમાધાનથી સંપૂર્ણ સંચાલનની માલિકીનો હક મળશે અને છ વર્ષથી બે વચ્ચેના વિવાદનો અંત આવશે. તેમજ વિક્રમ બક્ષીનો મેકડોનાલ્ડ્સ સાથેનો દાયકા જૂનો સંબંધ સમાપ્ત થશે.

એક અથવા બે અઠવાડિયામાં ખુલશે
કંપનીએ જણાવ્યું હતું કે ઉત્તરીય અને પૂર્વીય ભારતમાં મેકડોનાલ્ડ્સ સ્ટોર્સ કેટલાક સમય માટે બંધ રહેશે. આ સ્ટોર્સને બક્ષી સાથે સંયુક્ત સાહસ ધરાવતી કંપની કનોર્ટ પ્લાઝા રેસ્ટોરન્ટ્સ લિમિટેડ (સીપીઆરએલ) ચલાવી રહી હતી. મેકડોનાલ્ડ્સે અગાઉ જણાવ્યું હતુ કે ઓપરેશનલ પ્રોટોકોલના અસેસમેન્ટ અને એમ્પલોઇની ટ્રેનિંગ માટે તેને બંધ કરવામાં આવે છે. મેકડોનાલ્ડ્સના એશિયા પેસિફિક ડિરેક્ટર (કોર્પોરેટ રિલેશન્સ) બેરી કૉમે જણાવ્યું હતું કે કંપની આ સ્ટોર્સને એક કે બે સપ્તાહમાં ખોલવાની આશા રાખે છે.

એમજીએમ બક્ષીના 50 ટકા શેર ખરીદશે
મેકડોનાલ્ડ્સ હવે સીપીઆરએલમાં સંપૂર્ણ હિસ્સો ખરીદી રહ્યું છે. જેથી તે તેની ભાગીદાર કંપની મેકડોનાલ્ડ્સ ગ્લોબલ માર્કેટ્સ LLC (એમજીએમ) ની પેટાકંપની બની જશે. આ સોદાની સમાપ્તિ સાથે બક્ષી સાથે પતાવટ કરવામાં આવશે. આ કરાર હેઠળ, એમજીએમ સીપીઆરએલમાં બક્ષીના 50% શેર ખરીદશે, તે શેર તેમની પાસે કંપની બની ત્યારથી હતા. મેકડોનાલ્ડ્સે આ માહિતી ગુરુવારે એક નિવેદનમાં આપી હતી. તેમણે એ કહ્યું નથી કે બક્ષીને શેરનું કેટલું મૂલ્ય આપવામાં આવ્યું છે. એવી અટકળો છે કે મેકડોનાલ્ડ્સ કદાચ બક્ષીને 1,500-2,000 કરોડ રૂપિયા આપશે, પરંતુ આની પુષ્ટિ થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભારતમાં મેકડોનાલ્ડ્સ સ્ટોર્સ કેટલાક સમય માટે રહેશે બંધ, જાણો કારણ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/know-why-mcdonalds-stores-are-closed-in-north-and-east-india/
via Best Gujarati News

0 Comments