। નવી દિલ્હી ।

દેશનું ઔધોગિક ઉત્પાદન વર્તમાન વર્ષે ફેબ્રુઆરીમાં ૨૦ મહિનામાં સૌથી ઓછું ૦.૧ ટકા વધ્યું હતું પરંતુ માર્ચમાં તેમાં ૦.૧ ટકાનો ઘટાડો થયો હતો. આમ, વપરાશ તેમ જ રોકાણ કામગીરી એમ બંનેમાં ઘટાડાનો સંકેત મળ્યો છે. કમજોર મેન્યુફેકચરિંગને કારણે ઔધોગિક ઉત્પાદન ૨૩ મહિનાને તળિયે પહોંચી ૦.૧ ટકા ઘટયું છે.

સેન્ટ્રલ સ્ટેટેટિક્સ ઓફિસ દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી)માં ૭૮ ટકા હિસ્સો મેન્યુફેકચરિંગ ક્ષેત્ર ધરાવે છે અને તેનું ઉત્પાદન માર્ચમાં ૦.૪ ટકા ઘટયું હતું જ્યારે માઇનિંગ અને ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન અનુક્રમે ૦.૮ ટકા અને ૨.૨ ટકા વધ્યું હતું. આઇઆઇપીમાં ૨૦૧૮ના માર્ચમાં ૫.૩ ટકાનો વધારો નોંધાયો હતો.

કેપિટલ ગુડ્ઝનું ઉત્પાદન માર્ચમાં ૮.૭ ટકા ઘટયું હતું કે જે ૨૦૧૮ના વર્ષમાં માર્ચમાં ૩.૧ ટકા ઘટયું હતું. પાવર ક્ષેત્રે વૃદ્ધિ ઘટીને ૨.૨ ટકા થઇ હતી કે જે એક વર્ષ પૂર્વે માર્ચમાં ૫.૯ ટકા હતી. એ જ પ્રમાણે માર્ચમાં કન્ઝયુમર ડયુરેબલ્સ અને કન્ઝયુમર નોન ડયુરેબલ્સ ક્ષેત્રે અનુક્રમે ૫.૧ ટકા અને ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

વર્તમાન મહિનાની શરૂઆતમાં માર્ચ માટેના માસિક ઇકોનોમિક રિપોર્ટમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ૨૦૧૮-૧૯ના વર્ષમાં આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી છે અને તેના કારણોમાં ખાનગી વપરાશમાં ઘટાડો, ફિક્સડ રોકાણમાં મંદ વૃદ્ધિ અને નિકાસ ઘટવાની બાબતનો સમાવેશ થાય છે. સપ્લાય મોરચે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિ અને ઉદ્યોગમાં વૃદ્ધિ જાળવવાનો પડકાર છે, એમ રિપોર્ટમાં જણાવાયું હતું.

સોસાયટી ઓફ ઇન્ડિયા ઓટોમોબાઇલ મેન્યૂફેકચરર્સે ગયા મહિને વાહનોના વેચાણના આંકડા જારી કર્યા હતા અને ૨૦૧૮-૧૯ના વર્ષમાં શહેરી કારની માગમાં ૨.૭ ટકાનો ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. છેલ્લાં પાંચ નાણાકીય વર્ષમાં આ બદતર સ્થિતિ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દેશનું ઔધોગિક ઉત્પાદન માર્ચમાં ઘટયું વર્ષ ૧૮-૧૯માં આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી  appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/country-industrial-production-ma/
via Best Gujarati News

0 Comments