રીઝર્વ ઑપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે ભલે ખુલીને ના કહ્યું હોય, પરંતુ સંકેત આપી દીધા છે કે તે વર્લ્ડ કપમાં ચોથા નંબરે બેટિંગ કરવા માટ તૈયાર છે. બેટિંગ ક્રમને લઇને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે ચોથા નંબરે કોણ બેટિંગ માટે ઉતરશે. આવામાં કેએલ રાહુલ અને વિજય શંકરનાં નામ સામે આવે છે. રાહુલે એક વાતચીત દરમિયાન કહ્યું કે, “પસંદગીકારોએ સ્પષ્ટ કરી દીધું છે. હું ટીમનો ભાગ છું અને ટીમ જ્યાં ઇચ્છશે ત્યાં બેટિંગ કરીશ.”

‘કૉફી વિથ કરણ’શૉમાં વિવાદીત નિવેદન આપવાને લઇને સસ્પેન્ડ થનારા કેએલ રાહુલે ઇંગ્લેન્ડ લાયન્સ સામે ભારત-એ માટે રમતા ઘરેલૂ સીરીઝ રમી અને સારા રન બનાવ્યા. ઑસ્ટ્રેલિયા સામે ટી-20 સીરીઝમાં તેણે 50 અને 47 રન બનાવ્યા હતા. આઈપીએલમાં પણ રાહુલનું પ્રદર્શન શાનદાર રહ્યું અને તેણે 53.90ની સરેરાશથી 593 રન બનાવ્યા હતા. રાહુલે કહ્યું કે, “ફૉર્મ પર જરૂર કરતા વધારે ભાર આપવામાં આવે છે.”

રાહુલે કહ્યું કે, “છેલ્લા બે મહિનાથી હું સારું રમી રહ્યો છું. ઇંગ્લેન્ડ લાયન્સની સામે રમીને મે મારી ટેકનિક પર કામ કર્યું અને ઑસ્ટ્રેલિયાની સામે ટી-20માં તથા આઈપીએલમાં સારું રમી શક્યો. હવે હું આત્મવિશ્વાસથી ભરપુર છું. મે અનુભવ્યું કે મારી ટેકનિકમાં કોઈ ખરાબી નહોતી. ફૉર્મને જરૂરથી વધારે તોલવામાં આવે છે, પરંતુ ઑસ્ટ્રેલિયામાં સારું ના રમવાથી કોઈપણ ખેલાડીનું મનોબળ તુટશે. દરેક ખેલાડી સારું રમવા ઇચ્છે છે. મને ખુશી છે કે હવે રન બનાવી રહ્યો છું. મે ઘણો બદલાવ નથી કર્યો. દરેક ખેલાડીનાં કેરિયરમાં આવો સમય આવે છે. જ્યારે ફૉર્મ સારું હોય તો બધું સારું લાગે છે અને ફૉર્મ સારું ના હોય તો બધું ખોટું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપમાં ભારત તરફથી ચોથા નંબરે કોણ રમશે? કેએલ રાહુલે જણાવી પોતાની ઇચ્છા appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/kl-rahul-speaking-about-his-form-and-his-position-in-cwc-2019/
via Best Gujarati News

0 Comments