30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થનારા વર્લ્ડ કપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે કૉમેન્ટેટર્સની યાદી તૈયાર કરી દીધી છે. સાથે જ પોતાની બ્રોડકાસ્ટ નીતિ પણ તૈયાર કરી દીધી છે. આઈસીસીએ ગુરૂવારે એક નિવેદન જાહેર કરીને આ વાતની જાણકારી આપી હતી. આ યાદીમાં ભારતનાં સૌરવ ગાંગુલી, સંજય માંજરેકર અને હર્ષા ભોગલેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેયને વિશ્વ કપની કૉમેન્ટ્રી પેનલમાં જગ્યા મળી છે.

ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સંયુક્ત યજમાનીમાં થયેલા ગત વિશ્વ કપમાં ઑસ્ટ્રેલિયાને પાંચમીવાર વિશ્વ કપ જીતાડનારો માઇકલ ક્લાર્ક પણ આ વખતે કૉમેન્ટ્રી કરતા જોવા મળશે. આ સિવાય માઇકલ સ્લેટર, માર્ક નિકોલસ, નાસિર હુસૈન, ઇયાન બિશપ, મેલેની જોંસ, કુમાર સંગાકારા, માઇકલ એથરટન, એલિસન મિશેલ, બ્રેંડન મૈક્લમ, ગ્રીમ સ્મિથ, વસીમ અકરમ જેવા મોટા નામો પણ સામેલ છે.

યાદી અહીં જ પૂર્ણ નથી થતી. શૉન પૉલોક, માઇકલ હૉલ્ડિંગ, ઈશા ગુહા, પોમી માંગ્વા, સાઇમન ડાઉલ, ઈયાન સ્મિથ, રમીઝ રાજા, અથર અલી ખાન અને ઇયાન વાર્ડનાં નામ પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સૌરવ ગાંગુલી સહિત આ 3 ભારતીયો પણ વર્લ્ડ કપમાં મચાવશે ધમાલ, ICCએ જાહેર કરી યાદી appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/three-indians-including-saurav-ganguly-will-do-commentary-in-cwc-2019/
via Best Gujarati News

0 Comments