પાકિસ્તાનમાં ગુરુ નાનક મહલ તોડી પાડવામાં આવ્યો
। લાહોર ।
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કેટલાક સ્થાનિક લોકોએ વકફ વિભાગના અધિકારીઓની કથિત મૌન સહમતીથી સદીઓ જૂના ગુરુ નાનક મહલનો મોટો હિસ્સો તોડી પાડયો છે અને તેની કિંમતી બારી, ઝરોખા અને દરવાજાને વેચી દીધા છે. ચાર માળના સોળ રૂમોના આ મહલની દીવાલો પર શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવ સિવાય હિંદુ શાસકો અને રાજકુમારોની તસવીરો હતી. આ મહલ આશરે ચોથી સદી પહેલાં તૈયાર કરવામાં આવ્યો હતો અને એને જોવા માટે ભારત સહિત દુનિયાભરમાંથી શીખો આવતા હતા. પાકિસ્તાનની રાજધાની લાહોરથી ૧૦૦ કિલોમીટર દૂર નારોવાલ શહેરમાં આવેલા આ મહલમાં ત્રણ નાજુક દરવાજા અને કમસે કમ ૪ ઝરોખા હતા.
સરકારી અધિકારીઓને આ મહેલના માલિક બાબતે કોઈ જાણકારી નથી. સ્થાનિક રહેવાસી મોહમ્મદ અસલમે કહ્યું હતું કે આ જૂની ઇમારતને બાબા ગુરુ નામક મહલ કહેવામાં આવતો હતો. અમે એને મહલાં એવું નામ આપ્યું હતું. શીખો અહીં દર્શન કરવા આવતા હતા.વકફ વિભાગને જણાવવામાં આવ્યું હતું કે કેટલાક પ્રભાવશાળી લોકો અહીં આવીને તોડફોડ કરતા હતા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આ મહલની બારી, દરવાજા, લાકડું અને રોશનદાન વેચી દેવામાં આવ્યું છે.
પાકિસ્તાનના એક અખબારમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇવેક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ પાસે આ ઇમારતના માલિકની જાણકારી નથી. નારોવાલના ઉપાયુક્ત વહીદ અસગરે કહ્યું હતું કે સરકારી રોકોર્ડમાં આ ઇમારતનો કોઈ ઉલ્લેખ નથી. આ ઇમારત ઐતિહાસિક લાગે છે. અમે નગરપાલિકા સમિતિમાં રેકોર્ડની તપાસ કરી રહ્યા છીએ.
ઇમરાન ખાન કાર્યવાહી કરે એવી માગણી
નારોવાલના લોકોએ માગણી કરી હતી કે વડા પ્રધાન ઇમરાન ખાને આ કેસમાં કાર્યવાહી કરવી જોઈએ અને જવાબદાર લોકોને સજા કરવી જોઈએ. ઇવેક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના સિયાલકોટ ક્ષેત્રના રેન્ટ કલેક્ટર રાણા વહીદે જણાવ્યું હતું કે અમારી ટીમ ગુરુ નાનક મહલ બાટનવાલા લંદર્ભે તપાસ કરી રહી છે. જો આ સંપત્તિ બોર્ડની હશે તો અમે તેની અંદર તોડફોડ કરનારા લોકોની સામે કાનૂની કાર્યવાહી કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાકિસ્તાનમાં ગુરુ નાનક મહલ તોડી પાડવામાં આવ્યો appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/in-pakistan-guru-nanak-ma/
via Best Gujarati News
0 Comments