વારંવાર પ્રિયંકાનું અપમાન કરતાં સલમાનને આ સિંગરે આપ્યો આવો સણસણતો જવાબ, કહ્યું….
સલમાન ખાને હાલમાં તેમની અપકમીંગ ફિલ્મ ભારતના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની ઓપોઝીટ કેટરીના કૈફ અને દિશા પટણી મહત્વના રોલમાં છે. શરૂઆતમાં કેટરીના કૈફનો રોલ પ્રિયંકા ચોપડા કરી રહી હતી પરંતુ નિક સાથેના લગ્નના કારણે તેણે આ રોલ કરવાની ના પાડી દીધી હતી. એ સમયે પણ આ વાતને લઇને ઘણો વિવાદ થયો હતો.
હાલમાં ફિલ્મના પ્રમોશન દરમ્યાન પણ સલમાન ખાન પ્રિયંકાને આ વાતને લઇને મેણા મારવાનું ભુલતો નથી. તાજેતરમાં તેણે કહ્યું હતું કે પ્રિયંકાએ લગ્ન માટે તેમના કેરિયરની સૌથી મોટી ફિલ્મને છોડી દીધી હતી. સામાન્ય રીતે આવા સંજોગોમાં લોકો ફિલ્મના બદલે પતિને છોડી દેતા હોય છે.
હવે બોલીવુડ સિંગર સોના મહાપાત્રાએ સલમાનના આ નિવેદન સામે બાંયો ચઢાવી છે. તેણે કહ્યું કે પ્રિયંકાએ ફિલ્મ છોડી કારણે કે તેણે જીવનમાં કંઇક સારૂ કરવું હતુ અને એક સાચા માણસ સાથે સમય વિતાવવો હતો. દરેક યુવતિઓએ પ્રિયંકાના જીવનમાંથી પ્રેરણા લેવી જોઇએ. તેણે સલમાનની ટીકા કરતાં તેને ‘Poster child of toxic masculinity’ પણ કહી દીધું હતુ.
Cus @priyankachopra has better things to do in life, real men to hang out with & more importantly, girls to inspire with her journey. 🤟
— SONA (@sonamohapatra) May 26, 2019
સોનાએ વધુમાં કહ્યું કે સલમાને ખરાબ કોમેન્ટ ફક્ત એ મહિલા માટે નથી કરી જે એ સમયે રૂમમાં હાજર નહોંતી પરંતુ એ મહિલાઓ માટે પણ શર્મની વાત છે જેઓ એ સમયે ત્યાં હાજર હતી.
Trying telling that to his fans who shadow his toxicity & are calling her derogatory names on my timeline. They meme her 10 year age gap with her husband but conveniently forget that their idol is close to 20 years older than her. Grow up, you fools, I say to them.
https://t.co/M9sthpUQd1
— SONA (@sonamohapatra) May 27, 2019
જ્યાં સુધી આપણે સતત આવા ખરાબ વર્તનની ટીકા નહીં કરીએ ત્યાં સુધી આ દેશ નહીં બદલાય.
આ સાથે સોનાએ એ મીમ્સની પણ આલોચના કરી જેમાં પ્રિયંકા અને નિક વચ્ચેના ઉંમરને મુદ્દો બનાવવાની કોશિશ કરવામાં આવી છે. પ્રિયંકાની ઉંમર 36 વર્ષ છે અને નિકની ઉંમર 26 વર્ષ છે પરંતુ સલમાનની ઉંમર તો 53 વર્ષ છે છતાં તે તેમનાથી અડધી ઉંમરની એકટ્રેસ સાથે કામ કરે છે અને હવે તે આલિયા ભટ્ટ સાથે નજર આવશે જેમની ઉંમર ફક્ત 26 વર્ષ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વારંવાર પ્રિયંકાનું અપમાન કરતાં સલમાનને આ સિંગરે આપ્યો આવો સણસણતો જવાબ, કહ્યું…. appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/singer-sona-mohapatra-slam-salman-knah-on-comments-on-priyanka-chopra/
via Best Gujarati News





0 Comments