અહીંયા 80 વર્ષની મહિલાઓ પણ દેખાઈ છે રૂપ રૂપનો અંબાર, યુવાનો ટગર ટગર જોઈને થાકતા નથી
પુરૂષ હોય કે સ્ત્રી પોતાને યુવાન રાખવા માટે હર હંમેશ પ્રયત્ન કરતા જ હોય છે. આમ પણ પોતે સરસ દેખાય એવું તો કોને ન ગમે. જો કે ઉમર સાથે સાથે યુવાનીમાંથી ઘડપણ આવે એટલે શારીરિક ફેરફારો કુદરતી રીતે આવી જ જાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનની એક જગ્યા એવી છે કે જ્યાં 80 વર્ષની ઉમરની મહિલાઓ પણ લગભગ 30-40ની આજુબાજુની હોય એવી લાગે છે.
પાકિસ્તાનની આ મહિલાઓ વિશ્વની સૌથી સુંદર મહિલાઓ તરીકે ગણવામાં આવે છે. તેમજ બીજી વાત કે આ જગ્યાએ પુરૂષો 90 વર્ષની ઉમરે પિતા પણ બની શકે છે. આ વાત છે હુંજા સમુદાયની કે જે પાકિસ્તાનની કારાકોરમ પહાડનાં વિસ્તારોમાં રહે છે.
આ હુંજા સમુદાયનાં લોકોને બુરશો પણ કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમુદાય સિકંદર મહાનની સેનાનાં વશંજ હતા કે જે ચોથી સદીમાં ભારત આવ્યાં હતા. તેમજ આ સમુદાયનાં માણસો પાકિસ્તાનના બીજા વિસ્તારથી થોડા વધારે શિક્ષિત છે. હુંજા ઘાટીમાં 85 હજારથી પણ વધારે લોકોની વસતી છે. આ સમુદાય મુસ્લિમ ધર્મને માને છે અને બધા ક્રિયાકલાપ પણ મુસલમાનો જેવા જ છે. આ હુંજા ઘાટી પાકિસ્તાનનું એક સારૂ ફરવા લાયલ સ્થળ પણ માનવામાં આવે છે.
આ લોકો સવારે પાંચ વાગ્યે ઉઠી જાય છે અને શારીરિક તેમજ માનસિક રીતે વધારે મજબુત હોય છે. આ લોકો વાહનનો ઉપયોગ ઓછો અને પગથી ચાલીને વધારે જાય છે. આ લોકો વિશે એક વાત એવી પણ કહેવામાં આવી રહી છે કે દિવસમાં બે જ વખત ખાવાનું ખાઈ છે અને એ પણ કુદરતી ભોજન જ. કોઈ પણ પ્રકારે આ ખાવાનાં મિલાવટ નથી હોતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અહીંયા 80 વર્ષની મહિલાઓ પણ દેખાઈ છે રૂપ રૂપનો અંબાર, યુવાનો ટગર ટગર જોઈને થાકતા નથી appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/in-the-age-of-80-years-hunza-community-women-looks-younger-and-beautiful/
via Best Gujarati News
0 Comments