સાંસદોને પોતાની બ્રેક્ઝિટ ડીલના પક્ષમાં સહમત કરવામાં નિષ્ફળ રહ્યા બાદ બ્રિટનની વડાપ્રધાન થેરેસા મેએ શુક્રવારે રડતા રડતા રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામાં બાદ વડાપ્રધાન બનવા માટે નેતાઓની લાંબી લાઈન લાગી છે. આ લાઈનમાં બ્રિટનની શાસક પાર્ટીના આઠ નેતા છે. જેમાં બોરિસ જોનસન સૌથી આગળ પડતું નામ છે. 7 જુને થેરેસા પ્રધાનમંત્રી પદથી રાજીનામું આપશે.

એવામાં એક સમાચાર મળી રહ્યાં છે કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનનાં પ્રવાસે છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પનાં પ્રવાસ પછી થેરેસા પદ છોડી દેશે. જો કે હજુ પદ છોડ્યું નથી અને પ્રધાનમંત્રી માટે કંજર્વેટિવ પાર્ટીએ દોડધામ શરૂ કરી દીધી છે.

પૂર્વ વિદેશ મંત્રી બોરિસ જોનસન બ્રિટનનાં આગલા પ્રધાનમંત્રી હોઈ શકે છે. જો કે આ લાઈનમાં જોનસન સિવાય બ્રિટનનાં સ્વાસ્થ્ય મંત્રી, વર્તમાન વિદેશ મંત્રી, ઈન્ટરનેશનલ ડેવલોપમેન્ટ સેક્રેટરી અને પૂર્વ મંત્રી જેવા ઘણા દિગ્ગજ નેતાઓ છે. એક સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે કંજર્વેટિવ પાર્ટીનાં નેતા બ્રેક્ઝિટના પક્ષમાં છે અને કોઈ કરાર કર્યા વગર યુરોપિયન યુનિયનથી અલગ થવા માંગે છે. એવામાં પ્રધાનમંત્રીના પદ માટે બોરિસ જોનસનને સૌથી વધારે દાવેદાર માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પ્રધાનમંત્રીનું પદ છોડ્યું નથી અને 8 નેતા લાઈનમાં લાગી ગયાં, આ નેતા છે દાવેદાર! appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/including-eight-people-boris-johnson-leads-the-race-for-british-prime-minister/
via Best Gujarati News

0 Comments