ચીન કદાચ ઉંધે માથે ખર્ચ કરશે તો પણ દોસ્ત દેશ બે પાંદડે ક્યારેય નહીં થાય!
2015માં જ્યારે ચીન-પાકિસ્તાન વચ્ચે ઈકોનોમિક કોરિડોર (CPEC)નું એલાન થયું હતુ ત્યારે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે કહ્યું હતું કે આ આપણા દેસ માટે ગેમચેંજર સાબિત થશે. આ યોજનાં શરૂ થઈ એનાં 4 વર્ષ પછી પણ આજે પાકિસ્તાન પર કેટલો કર્જો છે. ખાવા પીવાની વસ્તુ કેટલી મોંધી છે. ઘર વખરીની ચીજ વસ્તુનો ભાવ પણ આસમાને છે. વિશ્લેષકોનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન તેની અર્થ વ્યવ્સથાને સ્થિર નહીં કરે ત્યાં સુધી બીજા દેશ પાસેથી નિકાસ કરવામાં એ સફળ નહીં રહે. અત્યારે તો પાકિસ્તાનનું ચીન સાથેનાં કરારથી દેશ બદલશે એ સપનું જ રહી ગયું.
CPEC યોજનાં 15 વર્ષ માટે બનાવી હતી. જેમાં મુળભુત યોજના જેવી કે વિજળી અને વગેરેનો સમાવેશ થાય છે. 2018 સુધીમાં 22 યોજનાઓ પર 18 અરબ ડોલર ખર્ચ થઈ ચૂક્યાં છે. જેમાંથી 10 યોજનાં પૂરી થઈ ચૂકી છે. આ 10 યોજનામાં 7 વિજળી અને 3 રોડનાં નિર્માણ સાથે જોડાયેલી છે.
CPEC યોજનામાં સૌથી મહત્વપૂર્ણ ગ્વાદર બંદરગાહ કે જેનું ઉદ્ધાટન નવેમ્બર 2016માં કરવામાં આવ્યું હતું. પરંતુ ધાર્યા પ્રમાણે એમાં પરિણામ પ્રાપ્ત નથી થયું. એનાં બે મુળભુત કારણ છે, ઓદ્યોગિક વિકાસ અને બંદરગાહ માટે જગ્યાની કમી. જે પ્રમાણે કરાર કર્યો એ પ્રમાણે આ બંદરગાહમાંથી જે કંઈ કમાણી થશે એમાંથી 91 ટકા કમાણી 40 વર્ષ સુધી ચીનને આપવામાં આવશે. તો વળી કોઈએ ગ્વાદરમાં તેલ અને ગેસ પરિવહન કરતી પાઈપલાઈન પર પણ શંકા કરી છે.
આ માર્ગમાં પ્રતિ બેરલ તેલની કિંમત 10 ડોલર હશે જે ખૂબ વધારે છે. આ પાઈપલાઈન અસ્થિર બલૂચિસ્તાન અને ભૌગોલિક ક્ષેત્રથી પસાર થઈને જશે. તેમજ સૌથી મોટો પડકાર એ છે કે તેલ અને ગેસને લઈ જવા માટે પાઈપલાઈનને 15,400 ફૂટની ઉંચાઈ પરથી લઈ જવી પડશે. એટલે હવે વાત એવી છે કે પાકિસ્તાન ચીનનો કરજો ચૂકવી શકશે એ વાતમાં પણ શંકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચીન કદાચ ઉંધે માથે ખર્ચ કરશે તો પણ દોસ્ત દેશ બે પાંદડે ક્યારેય નહીં થાય! appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/chin-cpec-method-can-not-transform-pakistans-economy/
via Best Gujarati News
0 Comments