લોકસભા ચૂંટણી 2019માં ભાજપને પ્રચંડ બહુમતીથી જીત મળી છે. મોદી લહેર ફરીથી એકવાર ભારતમાં જોરદાર રીતે કામ કરી રહી છે. પરંતુ પાકિસ્તાનની ન્યુઝ ચેનલમાં આ જીત પર થયેલી ડિબેટ એક ચર્ચાનો વિષય બની ગયો છે. એવામાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. નરેન્દ્ર મોદીનાં એક શબ્દને પાકિસ્તાનની ન્યુઝ ચેનલનો એંકર સમજી ન શક્યો અને હવે લોકો સોશિયલ મીડિયાનાં એંકરની જોરદાર ખિલ્લી ઉડાવી રહ્યા છે.

મોદીએ જીત બાદ ભાજપ કાર્યાલયમાં સંબોધન વખતે કહ્યું હતું કે, આ જીત માટે ભાજપનાં દરેક કાર્યકર્તા અભિનંદનને પાત્ર છે. હવે આ પાકિસ્તાનનો એંકર ‘અભિનંદન’ શબ્દને વિંગ કમાન્ડર અભિનંદન સમજીને બેઠો.

આ વાત પછી તો લોકો અલગ અલગ રીતે એંકરની મજાક કરતા ટ્વિટ કરી રહ્યાં છે. ભિન્ન ભિન્ન કોમેન્ટોનો વરસાદ આ એંકરને ખરાબ રીતે ભીંજવી રહ્યો છે. તો તમે પણ જુઓ કે લોકોએ કેવી કેવી પ્રતિક્રિયા આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોદીનાં ભાષણને સમજી ન શક્યો આ પાકિસ્તાની એંકર, લોકોએ લઈ લીધો ઉધડો appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/viral-video-pakistani-anchor-dnot-understand-pm-modis-speech/
via Best Gujarati News

0 Comments