પાકિસ્તાનમાં ઐતિહાસિક ગુરૂનાનક મહેલને તોડી પાડ્યો, કિંમતી વસ્તુઓને વેચી મારી
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કેટલાંક સ્થાનિક લોકો એ ઔકાફ વિભાગના અધિકારીઓને કથિત મૌન સહમતિથી સદીઓ જૂના ગુરૂનાનક મહેલનો એક મોટો હિસ્સો તોડી પાડ્યો છે. તેની કિંમતી બારીઓ અને દરવાજાઓ વેચી દીધા. ડોન સમાચાર પત્રના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર આ 4 માળની બિલ્ડિંગની દિવાલો પર શીખ ધર્મના સંસ્થાપક ગુરૂનાનક દેવ સિવાય હિન્દુ શાસકો અને રાજકુમરોની તસવીરો પણ હતી.
ચાર સદી જૂના મહેલને જોવા દુનિયાભરમાંથી આવી રહ્યા છે શિખ
રિપોર્ટ અનુસાર એવું કહેવાય છેકે બાબા ગુરૂ નાનક મહેલ 4 સદી પહેલાં બનાવાયો હતો અને તેમાં ભારત સહિત દુનિયાભરમાંથી શિખ આવતા હોય છે. તેમાં કહ્યું છે કે પ્રાંતીય રાજધાની લાહોરથી અંદાજે 100 કિલોમીટર દૂર આવેલા નારોવાલ શહેરમાં બનેલા આ મહેલમાં 16 રૂમ હતા અને દરેક રૂમમાં ઓછામાં ઓછા 3 નાજુક દરવાજા અને ઓછામાં ઓછા 4 રોશનદાન હતા. રિપોર્ટમાં કહ્યું છે કે ઓકાફ વિભાગના અધિકારીઓના કથિત મૌન સહિતથી સ્થાનિક લોકોના એક ગ્રૂપે મહેલને આંશિક રીતે ધ્વસ્ત કરી દીધો અને તેની કિંમતી બારીઓ, દરવાજા અને રોશનદાન પણ વેચી દીધા.
સ્થાનિક લોકોનો આરોપ: તોડફોડ ફરિયાદ પર કાર્યવાહી થઇ નથી
અધિકારીઓને આ મહેલના માલિક અંગે કોઇ માહિતી નથી. સ્થાનિક રહેવાસી મોહમ્મદ અસલમ એ કહ્યું કે આ જૂની બિલ્ડિંગને બાબા ગુરૂ નાનક મહેલ કહેવાય છે અને અમે તેને મહલાં નામ આપ્યું છે. ભારત સહિત દુનિયાભરમાંથી અહીં શિખ આવ્યા કરતા હતા. એક અન્ય સ્થાનિક રહેવાસી મોહમ્મદ અશરફે કહ્યું કે ઓકાફ વિભાગને આ અંગે બતાવામાં આવ્યું છે કે કેટલાંક પ્રભાવશાળી લોકો બિલ્ડિંગમાં તોડફોડ કરી રહ્યાં છે, પરંતુ કોઇપણ અધિકારી કોઇ કાર્યવાહી કરી નથી અને ના તો કોઇ અહીં પહોંચ્યું.
અધિકારીઓ પર પણ તોડફોડની સહમતિ આપવાનો આરોપ
અશરફે કહ્યું કે પ્રભાવશાળી લોકોએ ઓકાફ વિભાગની મૌન સહમતિથી ઇમારતને ધ્વસ્ત કરી દીધી અને તેની કિંમતી બારીઓ, દરવાજા, રોશનદાન, અને લાકડા વેચી દીધી. સમાચાર પત્રે કહ્યું કે તેમને ઇવેક્યૂઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના ઉપાયુક્તથી લઇ બિલ્ડિંગમાં રહેતા પરિવાર સુધી કેટલાંય લોકો સાથે વાત કરવાની કોશિષ કરી. એ ભાળ મેળવી શકાઇ કે બિલ્ડિંગની કાયદાકીય સ્થિતિ શું છે.
સ્થાનિક મેનેજમેન્ટે કહ્યું કે અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ
નરોવાલના ઉપાયુક્ત વહીદ અસગરે કહ્યું કે રાજસ્વ રેકોર્ડમાં આ બિલ્ડિંગનો કોઇ ઉલ્લેખ નથી. ઇટીપીબી સિયાલકોટ ક્ષેત્રના રેન્ટ કલેકટર રાણા વહીદે કહ્યું કે અમારી ટીમ ગુરૂ નાનક મહેલના સંબંધમાં તપાસ કરી રહ્યા છીએ. આ સંપત્તિ ઇટીપીબી ની છે તો તેમાં તોડફોડ કરનારાઓની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે. વિસ્તારના લોકોએ વડાપ્રધાન ઇમરાન ખાન સાથે તોડફોડ માટે જવાબદાર લોકોની વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે.
આ Video પણ જુઓ: સુરતમાં અગ્નિકાંડનો નવો વીડિયો આવ્યો સામે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાકિસ્તાનમાં ઐતિહાસિક ગુરૂનાનક મહેલને તોડી પાડ્યો, કિંમતી વસ્તુઓને વેચી મારી appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/historical-guru-nanak-palace-partially-demolished-by-locals-in-pakistan/
via Best Gujarati News
0 Comments