એવું બાળક પેદા થયુંં કે ડોક્ટરો જોઈને હોસ્પિટલ બહાર ભાગ્યાં, માતા-પિતા પણ દુ:ખી
દુનિયામાં થતા રોજનાં નવા ચમત્કારમાં એક નવો ચમત્કાર સામે આવ્યો છે. બ્રિટેનમાં 6 મહિના પહેલા વર્વિકશાયરમાં એક બાળક એવું પેદા થયું કે જેના શરીર પર ચામડી જ નહોતી. આ બાળકનો જન્મ નોટિંઘમ સિટીમાં થયો હતો. જેવું જ બાળક પેદા થયું કે ડૉક્ટરો બોલ્યા આ બાળક 10 દિવસથી વધારે નહીં જીવી શકે. પરંતુ આજે 6 મહિના પછી પણ બાળક જીવીત છે. એટલું જ નહીં, એના શરીર પર ધીમે ધીમે ચામડી પણ આવવા લાગી છે.
કિબ્લર અને શૈટોક નામનું આ દંપતી ઘણા સમયથી આવું બાળક જન્મવાને લઈને ચિંતામાં હતું. બાળકની માતાને તો એની ચિંતા એટલી વધી ગઈ હતી તે બિમાર પડી ગઈ અને બાજુની હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જ્યારે આ બાળકનો જન્મ થયો ત્યારે મોઢા પરનાં ભાગ સિવાય બાકી શરીરના એકેય ભાગમાં ચામડી નહોતી. નર્સો અને ડૉક્ટરો પણ બાળકને જોઈને ભાગી ગયા હતા. કારણ કે બાળક માત્ર માંસનો ટુકડો હોય એવું દેખાતું હતું.
માતા પિતાએ દુખની વાત કરતા જણાવ્યું કે, જ્યારે અમે માતા પિતા બન્યા ત્યારે અમારી ઉમર 19 વર્ષ આજુબાજુ હતી. પહેલું બાળક આવુ આવ્યું એટલે ખુબ દુખ થતું હતું અને નર્સ પણ ખુબ દુખી હતી. પરંતુ અમારુ બાળક હવે સ્વસ્થ છે. જન્મ બાદ બાળકનું નામ કાઈદેન રાખ્યું છે. દંપતી આગળ કહે છે કે, અમે કાઈદેનને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમે નથી જાણતા કે આગળ શું થશે, પરંતુ અમે એનું પૂરતું ધ્યાન રાખીશું. અમે ખુબ દુખ સહન કર્યું છે અને ડોક્ટરો તો હજુ પણ કહે છે કે આ બાળક નહીં જીવે. પરંતુ અમે છેલ્લા શ્વાસ સુધી એમનું ધ્યાન રાખશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post એવું બાળક પેદા થયુંં કે ડોક્ટરો જોઈને હોસ્પિટલ બહાર ભાગ્યાં, માતા-પિતા પણ દુ:ખી appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/miracle-baby-born-without-skin-in-britain/
via Best Gujarati News
0 Comments