। નવી દિલ્હી ।

શ્રીલંકામાંથી હોડીઓમાં સવાર થઈ ઇસ્લામિક સ્ટેટના ૧૫ જેટલા આતંકવાદી ભારતના લક્ષદ્વીપ તરફ જવા રવાના થઈ ગયા હોવાની ગુપ્તચર માહિતી બાદ કેરળના દરિયા કિનારા પર હાઇએલર્ટ ઘોષિત કરાયો છે. પોલીસ વિભાગના ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર કેરળમાં દરિયા કિનારાના પોલીસ મથકો અને દરિયા કિનારાના જિલ્લાઓના પોલીસ વડાઓેને હાઇએલર્ટના આદેશ અપાયા છે. એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના એલર્ટ સામાન્ય પ્રક્રિયા છે પરંતુ આ વખતે અમારી પાસે ચોક્કસ ગુપ્તચર માહિતી છે. અમે દરિયા કિનારાના તમામ પોલીસ મથકો અને જિલ્લા પોલીસ વડાઓેને હાઇએલર્ટના આદેશ આપ્યા છે. પોલીસને દરિયા કિનારા નજીક કોઈપણ શંકાસ્પદ હોડીની હિલચાલ દેખાય તો પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. કેરળના દરિયા કિનારાના પોલીસ વિભાગે જણાવ્યું હતું કે, શ્રીલંકાથી ગુપ્તચર માહિતી આવ્યા પછી અમે ૨૩મી મેથી એલર્ટ પર છીએ. શ્રીલંકામાં બોમ્બ વિસ્ફોટો થયા પછી અમે એલર્ટ છીએ. અમે દરિયો ખેડતા માછીમારોને પણ દરિયામાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવાના આદેશ જારી કર્યા છે.

૨૩ મેના રોજ પોતાના અધિકારીઓને પાઠવેલા પરિપત્રમાં એડીજીપી ચોમિન થાચાન્કેરીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓના જૂથે રહસ્યમય સંજોગોમાં મુસાફરી શરૂ કરી દીધી છે. મેં રાજ્યના ૫૮૦ કિમી લાંબા દરિયાકિનારા પર સ્થાપિત ૭૨ પોલીસ મથકોને કોઈપણ વિદેશી નૌકાઓ દ્વારા થનારી સંભવિત ઘૂસણખોરી સામે ચાંપતી નજર રાખવા આદેશ જારી કર્યાં છે.

શું છે ગુપ્તચર માહિતી

શ્રીલંકામાંથી પ્રાપ્ત થયેલા ગુપ્તચર સંદેશામાં જણાવવામાં આવ્યું હતું કે, ઇસ્લામિક સ્ટેટના ૧૫ જેટલા આતંકવાદી એક સફેદ રંગની નૌકામાં સવાર થઈને ભારતના લક્ષદ્વીપ અને મિનીકોય ટાપુઓ તરફ જવા રવાના થયા છે. લક્ષદ્વીપ કોચીના દરિયાકિનારાથી ૪૦૦ કિમીના અંતરે આવેલો છે.

કેરળની તમામ હોટેલ અને લોજમાં સર્ચ ઓપરેશન

કેરળમાં આતંકવાદીઓ ત્રાટકી શકે છે તેવી બાતમી બાદ પોલીસે રાજ્યની તમામ હોટેલો અને લોજમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યં હતું. તિરુવનંતપુરમમાં પોલીસે તમામ હોટેલ અને લોજમાં તપાસ આદરી કોઈ અજાણ્યો માણસ ઊતર્યો નથી તે સુનિશ્ચિત કર્યું હતું. વિઝિન્જમ ખાતે પોલીસે તમામ માછીમારીની નૌકાઓની ચકાસણી કરી હતી અને દરિયા કિનારા પર પેટ્રોલિંગ કર્યું હતું,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ લક્ષદ્વીપ તરફ આગળ વધી રહ્યા હોવાની બાતમી બાદ કેરળમાં હાઇએલર્ટ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/islamic-state-terrorists/
via Best Gujarati News

0 Comments