ઘણા ભવનો અથવા મકાનોમાં બારીઓ અધિક પ્રમાણમાં હોય છે. વધારે પ્રમાણમાં બારીઓ હોવાના કારણે પ્રકાશની માત્રા વધી જાય છે અને તેના કારણે તેમાં રહેવાવાળાઓમાં ચીડિયાપણું વધી જાય છે અને તેમને વાત-વાતમાં ગુસ્સો આવે છે. બારીઓ વધુ પ્રમાણમાં હોવાના કારણે દરેક દિશામાંથી આવતા પવનો એકબીજા સાથે ભળી જાય છે અને તેનાથી ઊર્જાનું સંતુલન બગડી જાય છે.

રેમેડિયલ ઉપાય

આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે, થોડીક બારીઓ બંધ કરાવી દો અથવા તો તેમાં પડદા લગાવીને પ્રકાશના રસ્તાને નિયંત્રિત કરી દો.

ડિશ એન્ટેના  

જો ઘરના મુખ્ય દરવાજા અથવા મુખ્ય બારીની સામે ડિશ એંટેના લાગેલી હોય તો, તેનાથી ઘરમાં ઊર્જાની માત્રા ઓછી થવા લાગે છે.

રેમેડિયલ ઉપાય

આ દોષને દૂર કરવા માટે બારીમાં જાળી લગાવી દો. ઊર્જાનો જે પ્રવાહ ઘરની બહાર ડિશ એન્ટેના દ્વારા થઈ રહ્યો છે, તેને રોકવા માટે બારીના ખૂણામાં થોડાક કૂંડા મૂકી દો. આવું કર્યા પછી પડદા લગાવવાની જરૂર નથી.

બીજા ઘરની લોન તરફ બારી  

જો ઘરની બારીઓ કોઈ બીજા ઘરની લોનની તરફ ખુલે છે અને ત્યાં કપડાં પણ સૂકાઈ રહ્યાં છે તો, તેનાથી ઊર્જાઓ મંદ પડી જાય છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે સૂકાતા કપડાંમાં કોઈ મહિલાના અંતવસ્ત્ર હોય. આવું થાય તો ધન ઘરમાં ટકી નથી શક્તું.

રેમેડિયલ ઉપાય

આના નિવારણ માટે બારીની બંને તરફ પડદા લગાવી દો. બિનજરૂરી ધન ખર્ચવાની આદતમાં પણ અંકુશ આવી જશે.

ખાલી બેકયાર્ડ  

જો ઘરની સ્થિતિ એવી છે કે, તેની પાછળ ખાલી જગ્યા અથવા પાર્ક છે અને બીજું કોઈ મકાન પણ નથી તો, તેનો અર્થ એ છે કે ઘરને જરૂરી સંરક્ષણ નથી મળી રહ્યું, જે પાછળની તરફ ઊંચાઈ હોવાથી અથવા અન્ય પ્રકારની બાધા હોવાથી મળે છે.

રેમેડિયલ ઉપાય

આ દોષના નિવારણ માટે લોનમાં અથવા ખાલી પડેલ જમીન પર થોડીક ઝાડી વાવી દો અને લોનને થોડી નીચી વાડ લગાવીને ચારેય બાજુથી કવર કરી દો. આ રીતની વાડ ઊંચાઈવાળા મકાન જેવું સંરક્ષણનું કામ કરે છે અને તે સકારાત્મક ઊર્જાને ઘરમાં જ રોકી રાખવાનું કામ કરે છે.

T-Point પર આવેલ મકાન  

જો ઘર ત્રણ રસ્તાની સામે એટલે કે T-Point પર સ્થિત હોય તો, એવો આભાસ થાય છે કે, જાણે કોઈએ બંદૂક ઘર તરફ તાણી હોય. સ્વાભાવિક છે કે આ રીતની સ્થિતિ ઘરમાં રહેવાવાળા પર ઊર્જાનો નકારાત્મક પ્રભાવ જ પાડશે. આવા ઘરમાં રહેવાવાળાનું સ્વાસ્થ્ય નબળું રહે છે અને કોઈપણ સમયે દુર્ઘટના થવાનો ભય રહેલો હોય છે.

રેમેડિયલ ઉપાય

આ દોષમાંથી મુક્તિ મેળવવા માટે, જો શક્ય હોય તો મુખ્ય દ્વારની સ્થિતિ બદલી નાંખો. આ દ્વાર એવી રીતે બનાવો કે તે રસ્તાની બરોબર સામે ન રહે અથવા દ્વારને ત્યાંથી નીકાળીને અન્ય કોઈ દીવાલમાં લગાડી દો અને સાથે જ નીચી વાડ બનાવીને તેમાં નકારાત્મક ઊર્જાનો નિષેધ માટે દ્વાર લગાડી દો.

nakshatra@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જો હોય આટલી બારી તો થશે નુકસાન appeared first on Sandesh.



from Nakshatra – Sandesh http://sandesh.com/according-to-vastu-shastra-if-there-is-such-a-window-in-the-house-then-it-will-be-damaged/
via Best Gujarati News

0 Comments