જીએસટી નેટવર્કે (GSTN)એ જણાવ્યું હતું કે તે દર વર્ષે રૂપિયા 1.5 કરોડ સુધીનો બિઝનેસ કરનારા માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એંટરપ્રાઇઝિસ (એમએસએમઇ) ને બિલ બનાવવા માટે મફત સોફ્ટવેર ઓફર કરે છે. આનાથી આશરે 80 લાખ નાના વેપારીઓને ફાયદો થશે. અગાઉ, જીએસટી પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે નાણા મંત્રાલયે GST રિફંડની મંજૂરી અને પ્રક્રિયા બંને એક જ સત્તાધિકારી પાસેથી મેળવવાનું નક્કી કર્યું છે. આ પછી વેપારીઓને એક જ સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી વળતર મેળવશે.

જીએસટીએનએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે સોફ્ટવેર કંપનીઓને બિલ અને તેમના એકાઉન્ટિંગ ખાતાઓની વિગતો તૈયાર કરવા, માલસામાનના માલનું સંચાલન અને જીએસટી વળતર તૈયાર કરવામાં મદદ કરશે. નિવેદન અનુસાર, www.gst.gov.in પર આપેલ ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરીને સોફ્ટવેર પોર્ટલ મેળવી શકાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “જીએસટીએનએ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 1.5 કરોડથી ઓછો વેપાર કરનારા MSME ને સોફ્ટવેર પ્રદાન કરવા માટે બિલ અને એકાઉન્ટિંગ સોફ્ટવેર વિક્રેતાઓ સાથે જોડાણ કર્યું છે. આ સેવા માટે કરદાતાઓ કોઈ ચાર્જ આપવાનો નથી. નિવેદન પ્રમાણે 80 લાખ MSMEs છે. જેમની કામગીરી 1.5 કરોડથી ઓછી છે. જીએસટીએનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રકાશ કુમારે જણાવ્યું હતું કે આ પહેલ સાથે એમએસએમઇ ડિજિટલ સિસ્ટમ તરફ આગળ વધશે. આ તેમની કાર્યક્ષમતામાં વધારો કરશે અને અનુપાલન બોજ ઘટાડવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દેશના લાખો વેપારીઓને મોદી સરકારની ભેટ, હવે મફતમાં મળશે આ સેવા appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/gstn-offering-free-software-to-msmes-for-accounting-billing-and-gst-return/
via Best Gujarati News

0 Comments