મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાનું આ છે કારણ
ચૂંટણીના પરિણામ બાદ સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. 9 દિવસમાં પેટ્રોલ 83 પૈસા, ડીઝલમાં 13 પૈસાનો વધારો થયો છે. ચૂંટણી દરમિયાન ભાવ વધારા પર મુકાયેલો અંકુશ ઉઠાવી લેવાયો હતો. પણ ચૂંટણીના પરિણામ બાદ ભાવ વધારો સતત થઇ રહ્યો છે. એપ્રિલ – મેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધ્યા છે. ચૂંટણી હોવાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ન હોતો થયો પણ હવે સતત ભાવ વધી રહ્યાં છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. નવમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. ક્રૂડના સ્થિર ભાવ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 76 રૂપિયાને પાર થયો છે. પેટ્રોલના ભાવમાં ત્રીસ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગર-રાજકોટમાં 74નો આંક વટાવ્યો છે.
આજે દિલ્લીમાં પેટ્રોલની કિંમત 71 રૂપિયા 86 પૈસા છે. કોલકાતામાં 79 રૂપિયા 53 પૈસા, મુંબઈમાં 77 રૂપિયા 47 પૈસા અને ચેન્નઈમાં 79 રૂપિયા 79 પૈસા પ્રતિ લીટર છે. દિલ્લીમાં ડીઝલની કિંમત 66 રૂપિયા 69 પૈસા, કોલકાતામાં 70 રૂપિયા 63 પૈસા, મુંબઈમાં 69 રૂપિયા 88 પૈસા અને ચૈન્નઈમાં 71 રૂપિયા 87 પૈસા પ્રતિ લીટર થયું છે.
પેટ્રોલ અને ડીઝલમાં વધતા જતા ભાવને લોકોને દઝાળી રહ્યાં છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની અસર ટ્રાન્સ્પોર્ટ અને ટેક્સટાઈલ ઉદ્યોગ પર પણ જોવા મળે છે. એકજ મહિનામાં પેટ્રોલ ડીજલમાં ત્રણ રૂપિયા જેટલો ભાવ વધારો થતાં ટ્રાન્સપોર્ટ અને ટેક્સટાઈલ વેપારીમાં રોષ જોવા મળ્યો છે. ઉલ્લેખનિય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત વધવાને કારણે તે નુકસાની ભરપાઈ કરવા ઓઈલ કંપનીઓ આગામી સમયમાં વધારો કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાનું આ છે કારણ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/petrol-and-diesel-prices-continue-hike-in-india/
via Best Gujarati News
0 Comments