આજે દિવસની શરૂઆતમાં શરેબજારમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં શેરબજારમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 35.46 પોઇન્ટ ઘટીને 39,714.27 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 22.95 પોઈન્ટ ઘટીને 11905.80 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે.

બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 6 પૈસાના ઘટાડા સાથે રૂપિયો ખૂલ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.75 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.69 પર બંધ રહ્યો હતો.

કયા શેરમાં રહી તેજી-મંદી?
બુધવારે શરૂઆતના ટ્રેડિંગમાં યસ બેન્ક, ટીસીએસ, લાર્સન, વિપ્રો, પાવર ગ્રીડ કોર્પોરેશન, સન ફાર્મા, એચસીએલ ટેક. ગેઇલ, એચડીએફસી બેન્ક, ઇન્ફોસીસ, આયશર મોટર્સ, ભારતી ઇન્ફ્રાટેલ, એચડીએફસી, જેએસડબલ્યુ સ્ટીલ, એચયુએલ, ટાઇટન કંપની અને એનટીપીસીમાં મજબૂતાઇ સાથેનું ટ્રેડિંગ નોંધાયું છે.

બીજી બાજુ, યુ.પી.એલ., આઈસીઆઈસીઆઈ બેંક, ઓએનજીસી, મારુતિ સુઝુકી, હિન્દાલ્કો, ભારતી એરટેલ, બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, વેદાંત, એસબીઆઈ, સિપ્લા, બજાજ ઓટો, અલ્ટ્રાટેચ સિમેન્ટ અને ઇન્ડસઇન્ડ બેન્કમાં વ્યવસાય નબળાઈ સાથે કામ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજારમાં ઉપલા મથાળે સ્થિરતા, સેન્સેક્સ 35 પોઇન્ટ ઘટ્યો અને નિફ્ટી 11,900 પર ટ્રેડ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-39714-and-nifty-11905/
via Best Gujarati News

0 Comments