। કાર્ડિફ ।

ચોથા ક્રમાંક માટે પોતાનો દાવો મજબૂત કરનાર લોકેશ રાહુલ તથા મહેન્દ્રસિંહ ધોનીની આક્રમક સદી બાદ સ્પિનર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગની મદદથી ભારતે અહીં રમાયેલી વોર્મ-અપ મેચમાં બાંગ્લાદેશને ૯૫ રનથી હરાવીને વર્લ્ડ કપ માટેની પોતાની પૂર્વતૈયારીને અંતિમ ઓપ આપ્યો હતો. ભારતના સાત વિકેટે ૩૫૯ રનના સ્કોર સામે બાંગ્લાદેશ ૨૬૪ રન નોંધાવી શક્યું હતું. બાંગ્લાદેશ માટે લિટન દાસે ૭૩ તથા મુશફિકુર રહીમે ૯૦ રનની ઇનિંગ્સ રમી હતી. ભારત માટે યાદવ તથા ચહલે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી.

ઓપનર રોહિત શર્મા (૧૯) તથા શિખર ધવન (૧)  ટૂંકી ઇનિંગ્સ રમ્યા બાદ પેવેલિયન પરત ફર્યા હતા. સુકાની કોહલીએ ૪૬ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા. ચોથો ક્રમ ભારત માટે કેટલાક સમયથી સમસ્યારૂપ બન્યો છે પરંતુ લોકેશ રાહુલે ૯૯ બોલમાં ૧૨ બાઉન્ડ્રી તથા ચાર સિક્સર વડે ૧૦૮ રનની ઇનિંગ્સ રમીને ચોથા ક્રમાંકની રેસમાં બાજી મારી હતી. વિજય શંકર માત્ર બે રન બનાવીને આઉટ થતાં વર્લ્ડ કપમાં તેને રમાડવામાં આવે તેવી નહિવત્ સંભાવના છે.

મિડલ ઓર્ડરને મજબૂત કરનાર મહેન્દ્રસિંહ ધોનીએ ૭૮ બોલમાં ૧૧૩ રન બનાવ્યા હતા. તેણે આઠ બાઉન્ડ્રી તથા સાત સિક્સર ફટકારીને મેચ નિહાળી રહેલા પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું. ધોનીએ પ્રથમ ૫૦ રન ૪૦ બોલમાં અને બીજા ૫૦ રન ૩૩ બોલમાં પૂરા કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાહુલ-ધોનીની સદી, બાંગ્લાદેશને હરાવી ભારતે વર્લ્ડ કપની પૂર્વતૈયારીને અંતિમ ઓપ આપ્યો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/rahul-dhoni-century-bangla/
via Best Gujarati News

0 Comments