જંગી સ્કોર ખડક્યા બાદ વેસ્ટ ઇન્ડિઝે ન્યૂઝીલેન્ડને હરાવ્યું
। બ્રિસ્ટોલ ।
ટોમ બ્લન્ડેલે સદી નોંધાવી હોવા છતાં ન્યૂઝીલેન્ડનો અહીં વર્લ્ડ કપની પૂર્વતૈયારીરૂપે રમાયેલી છેલ્લી લીગ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ૯૧ રનથી પરાજય થયો હતો. વેસ્ટ ઇન્ડિઝના ૪૨૧ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ન્યૂઝીલેન્ડની ટીમ ૪૭.૨ ઓવરમાં ૩૩૦ રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડ માટે બ્લન્ડેલે ૮૯ બોલમાં ૧૦૬ તથા સુકાની કેન વિલિયમ્સને ૬૪ બોલમાં ૮૫ રનની ઇનિંગ્સ રમી હતી. વિન્ડીઝ માટે બ્રાથવેઇટે ૭૫ રનમાં ત્રણ વિકેટ હાંસલ કરી હતી.
ઓપનર ક્રિસ ગેઇલ (૩૬) તથા ઇવિન લુઇસે (૫૦) પ્રથમ વિકેટે ૫૯ રનની ઝડપી ભાગીદારી નોંધાવીને વિન્ડીઝ માટે આક્રમક શરૂઆત કરી હતી. લુઇસ અને સાઇ હોપે બીજી વિકેટ માટે ૮૪ રન ઉમેર્યા હતા. હોપે ૮૬ બોલમાં નવ બાઉન્ડ્રી તથા ચાર સિક્સર વડે ૧૦૧ રન બનાવ્યા હતા. ડેરેન બ્રાવોએ ૨૫ તથા હેતમાયરે ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. મધ્યમ હરોળમાં સુકાની જેસન હોલ્ડરે ૩૨ બોલમાં ત્રણ સિક્સર તથા ત્રણ બાઉન્ડ્રી વડે ૪૭ રન ફટકાર્યા હતા. આઇપીએલના ફોર્મને જારી રાખીને આન્દ્રે રસેલે ઇનિંગ્સના અત ભાગમાં ૨૫ બોલમાં સાત બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર વડે ૫૪ રન ફટકારીને ટીમને ૪૦૦ના સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. કાર્લોસ બ્રાથવેઇટે ૨૪ તથા નર્સે અણનમ ૨૧ રન બનાવ્યા હતા. બાઉલ્ટે ૫૦ રનમાં સર્વાધિક ચાર તથા મેટ હેનરીએ બે વિકેટ ખેરવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જંગી સ્કોર ખડક્યા બાદ વેસ્ટ ઇન્ડિઝે ન્યૂઝીલેન્ડને હરાવ્યું appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/massive-score-rocks-after-wes/
via Best Gujarati News
0 Comments