। પેરિસ ।

જર્મનીના પાંચમા ક્રમાંકિત એલેકઝાન્ડર ઝેવરેવે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમના પ્રથમ રાઉન્ડના રોમાંચક મુકાબલામાં જોન મિલમેનને પરાજય આપ્યો હતો. ૨૨ વર્ષીય ઝેવરેવે પ્રારંભિક બે સેટ જીતીને મુકાબલાની શાનદાર શરૂઆત કરી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાના મિલમેને વળતો પ્રહાર કરીને ત્રીજો તથા ચોથો સેટ પોતાના નામે કર્યો હતો પરંતુ તે અપસેટ સર્જી શક્યો નહોતો. ચાર કલાક ૧૧ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં ઝેવરેવેનો ૭-૬, ૬-૩, ૨-૬, ૬-૭, ૬-૩થી વિજય થયો હતો. વિમેન્સ સિંગલ્સમાં બે ગ્રાન્ડસ્લેમની ચેમ્પિયન વિક્ટોરિયા અઝારેન્કોએ ૨૦૧૭ની ચેમ્પિયન જેલેના ઓસ્ટાપેન્કોને ૬-૪, ૭-૬થી હરાવી હતી. ૨૪મી ક્રમાંકિત કેરોલિના ગ્રાસિયાએ એકતરફી મુકાબલામાં મોના બાર્થેલને ૬-૨, ૬-૪થી હરાવીને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું.

આર્જેન્ટિનાના આઠમા ક્રમાંકિત જુઆન માર્ટિન ડેલ પોટ્રોએ ચિલીનના નિકોલસ જેરી સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ હરીફ ખેલાડીને કોઇ પણ તક આપ્યા વિના મેચને ૩-૬, ૬-૨, ૬-૧, ૬-૪થી જીતી લીધી હતી. પ્રથમ રાઉન્ડના અન્ય મુકાબલામાં ઇટાલીના નવમા ક્રમાંકિત ફેબિયો ફોગનિનીએ પોતાના જ દેશના આન્દ્રેઇસ સેપ્પીને ૬-૩, ૬-૦, ૩-૬, ૬-૩થી, સ્પેનના ૧૮મા ક્રમાંકિત રોબર્ટ બાતિસ્તા અગુટે અમેરિકાના સ્ટિવ જોન્સનને ૬-૩, ૬-૪, ૬-૨થી, સર્બિયાના ૩૦મા ક્રમાંકિત દુસાન લાજોવિચે બ્રાઝિલના થિએગો મોન્ટેરોને ૬-૩,૬-૪, ૬-૪થી પરાજય આપ્યો હતો.

સર્બિયાના નોવાક જોકોવિચે પોલેન્ડના હર્બટ હુર્કાઝને સીધા સેટમાં ૬-૪, ૬-૨, ૬-૨થી હરાવ્યો હતો. ગ્રાન્ડસ્લેમમાં આ તેનો સતત ૨૨મો વિજય હતો. જોકોવિચે મેચ દરમિયાન કુલ ૨૭ વિનર્સ ફટકાર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચાર કલાક ૧૧ મિનિટના ભારે સંઘર્ષ બાદ ઝેવરેવનો વિજય, ઓસ્ટાપેન્કોનો પરાજય appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/four-hour-11-minute-heavy-q/
via Best Gujarati News

0 Comments