બાર્સેલોના :

બાર્સેલોનાના સુપર સ્ટાર લાયોનલ મેસ્સીએ સિઝનમાં કુલ ૫૧ ગોલ કર્યા છે. તેણે આ તમામ ગોલ પોતાની ક્લબ બાર્સેલોના માટે કર્યા છે. આર્જેન્ટિના માટે મેસ્સી માત્ર એક જ મેચ રમ્યો છે અને તેમાં પણ તે ગોલ કરી શક્યો નહોતો. મેસ્સી બાર્સેલોના માટે ૪૯ મેચ રમ્યો હતો. મેસ્સીએ છઠ્ઠી વખત સિઝનમાં ૫૦ કે તેથી વધારે ગોલ કર્યા છે. આ મામલે તેણે જુવેન્ટ્સના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રેકોર્ડની બરોબરી કરી છે. ૨૦૧૮-૧૯ની સિઝનમાં સર્વાધિક ગોલ કરવા બદલ મેસ્સીને યુરોપિયન ગોલ્ડન શૂઝનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે છઠ્ઠી વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો છે.

મેસ્સીને છઠ્ઠી વખત પિચિચિ એવોર્ડ મળ્યો

લા લીગા ફૂટબોલની આ સિઝનમાં મેસ્સીએ ૩૬ ગોલ નોંધાવ્યા છે. આ મામલે તે લુઇસ સુઆરેઝ તથા કરીમ બેન્જેમાના ૨૧-૨૧ ગોલ કરતાં ઘણો આગળ છે. સિઝનમાં સર્વાધિક ગોલ કરવા બદલ તેને પિચિચિ એવોર્ડ અપાયો હતો. આમ તેણે છઠ્ઠી વખત આ એવોર્ડ જીત્યો છે. તેણે ટેલ્મો ઝારાના રેકોર્ડની બરોબરી કરી છે. મેસ્સીએ સિઝનમાં ત્રણ  હેટ્રિક ગોલ સહિત છ ગોલ ડાયરેક્ટ ફ્રી-કિક દ્વારા કર્યા હતા.

૨૦૧૧-૧૨ની સિઝન મેસ્સી માટે સર્વશ્રેષ્ઠ

મેસ્સીએ વર્તમાન સિઝનમાં પ્રતિ મેચ ૧.૦૨ની એવરેજથી ગોલ કર્યા છે. તેની કારકિર્દીની બેસ્ટ સિઝન ૨૦૧૧-૧૨ની હતી જેમાં તેણે કુલ ૭૩ ગોલ નોંધાવ્યા હતા. તેણે ૨૦૧૪-૧૫માં પણ ૬૧ ગોલ નોંધાવ્યા હતા. મેસ્સીએ ૨૦૧૯ની ચેમ્પિયન્સ લીગમાં સર્વાધિક ૧૨ ગોલ નોંધાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મેસ્સીને છઠ્ઠી વખત યુરોપિયન ગોલ્ડન શૂઝ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/messi-vi-time-europe/
via Best Gujarati News