વર્લ્ડ કપ 2019નો બીજા વોર્મ અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને 95 રનથી હરાવી નાખ્યું. ભારતે પહેલા બેટિંગ કરી હતી અને 50 ઓવરમાં 7 વિકેટનાં નુકશાન સાથે 359 રનનો સ્કોર કર્યો હતો. જેથી બાંગ્લાદેશને જીવતા માટે 360 રન કરવાનાં હતા. પરંતું ભારતની ટીમે શાનદાર પરફોમન્સ આપીને બાંગ્લાદેશની ટીમને 264 રનમાં જ આઉટ કરી દીધી.

બાંગ્લાદેશની શરૂઆત તો ઘણી સારી હતી. પરંતુ ઓપનર ખેલાડી કંઈ વધારે સાબિત ન કરી શક્યા અને નાકામ રહ્યાં. પરિણામ એ આવ્યું કે 49 રનનાં સ્કોર પર બુમરાહે એક સાથે બે ઝટકા આપ્યાં. બુમરાહે પહેલા સૌમ્ય સરકાર અને પછી શાકિબ અલ હસનને પેવેલિયન ભેગા કરી દીધાં.

ઉલ્લેખનીય છે કે કાર્ફિડનાં સોફિયા ગાર્ડનમાં રમાનાર બીજી વોર્મ-અપ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતો અને ભારતને બેટિંગ કરવા માટે કહ્યું હતું. ભારતમાં કેએલ રાહુલે 108 અને ધોનીએ 113 રનની મદદથી બાંગ્લાદેશને જીતવા માટે 360 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. છેલ્લા વોર્મ-અપ મેચમાં ભારતે 50 ઓવરમાં સાત વિકેટનાં નુકશાન પર 359 રન બનાવ્યાં હતા.

ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રક સિંહ ધોની (વિકેટકીપર) , કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ધોની-રાહુલની સદી સામે બાંગ્લાદેશ પડ્યું ફિક્કું, ભારતે 95 રનથી આપી માત appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/india-vs-bangladesh-live-cricket-score-cwc-2019-indin-won-the-match/
via Best Gujarati News

0 Comments