વર્લ્ડ કપ 2019: રોહિત-શિખર ધવન FAIL થતા વિરાટ કોહલીએ શું કહ્યું આ બંને ખેલાડી અંગે?
ICC વર્લ્ડ કપના પહેલાંની બે વૉર્મ-અપ મેચમાં શિખર ધવન અને રોહિત શર્માનું બેટ શાંત રહ્યું છે. બાંગ્લાદેશની વિરૂદ્ધ વૉર્મ-અપ મેચમાં મંગળવારે ભલે ટીમ ઇન્ડિયા એ 95 રનથી જીત નોંધાવી હોય પરંતુ બંને સલામી બેટસમેનના ફેલ થવાથી ક્રિકેટ ફેન્સનું ટેન્શન વધી ગયું છે. જો કે કેપ્ટન વિરાટ કોહલી આ બંનેને લઇ ટેન્શનમાં નથી.
વિરાટ એ મેચ બાદ આ બંને માટે કહ્યું કે શિખર ધવન અને રોહિત શર્મા સારા બેટસમેન છે. આઇસીસી ઇવેન્ટસમાં સ્ટાર બન્યા છે. હું સમજી શકું છું કે અત્યારે બંને ચાલી રહ્યા નથી પરંતુ આ બંને મેચોથી અમને જે મળ્યું છે તેનાથી ખુશ છું. છેલ્લી 15 ઓવર ફીલ્ડ પર પડકાર હશે. ખાસ કરીને ત્યારે જ્યારે મેચ થોડીક બોરિંગ થઇ જશે અને તમે બસ મેચની સાથે આગળ વધશો. પરંતુ જેવી ટુર્નામેન્ટ શરૂ થઇ જશે, તમને એ જોવા મળશે નહીં. વિશ્વ કપ ટુર્નામેન્ટથી તમે આ જ અપેક્ષા કરો છો.
બાંગ્લાદેશની સામે શિખર ધવન 9 બોલ પર 1 રન અને રોહિત શર્મા 42 બોલ પર 19 રન બનાવી આઉટ થયો. ત્યારે ન્યૂઝીલેન્ડની સામે રોહિતે 6 બોલ પર 2 અને શિખર ધવને 7 બોલ પર 2 રનની ઇનિંગ્સ રમ્યા હતા. શિખર ધવનનો ઇંગ્લેન્ડમાં રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. ખાસ કરીને આઇસીસી ઇવેન્ટસમાં તો એવામાં ટીમને તેની પાસેથી ઘણી આશાઓ છે. હવે જોવાનું એ રહેશે કે બંને બેટસમેન વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરે છે.
આ Video પણ જુઓ : ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપ 2019: રોહિત-શિખર ધવન FAIL થતા વિરાટ કોહલીએ શું કહ્યું આ બંને ખેલાડી અંગે? appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/virat-kohli-unfazed-with-rohit-sharma-shikhar-dhawans-failure-in-warm-up-game/
via Best Gujarati News
0 Comments