ભારતની ક્રિકેટ ટીમનાં શાનદાર વિકેટ કિપર અને બેટ્સમેન એવા મહેન્દ્ર સિંહ ધોનીએ બાંગ્લાદેશ સામે પાંચમાં નંબર પર ઉતરી વર્લ્ડ કપની બીજી વોર્મ અપ મેચમાં જોરદાર સદી ફટકારી હતી. ધોનીએ 78 બોલમાં 113 રન બનાવ્યા હતા અને જેમાં 8 ચોક્કા અને 7 સિક્સર મારી હતી. ટૂંકમાં ધોનીએ જબાવ આપ્યો કે વર્લ્ડ કપમાં વિરોધી ટીમમાં ભલે ગમે તેવા બોલર હોય પણ એમને ચેતીને રહેવું પડશે.

પહેલા તો ભારતની ટીમ પર સંકટ ઉભુ થયું હતું કારણ કે ખુબ ખરાબ શરૂઆત થઈ હતી. ત્યારબાદ ધોની અને રાહુલે મેચ પોતાનાં હાથમાં લઈ લીધી અને ધડાધડ સદી ફટકારીને 359 રનનો સ્કોર બનાવી નાખ્યો. રાહુલે પણ જોરદાર બેટિંગ કરી હતી. તેમણે 99 બોલમાં 12 ચોકા સાથે 4 સિસ્કર ફટકારી હતી.

આ પહેલા ધોનીએ 2011નાં વર્લ્ડ કપમાં વોર્મ-અપ મેચ દરમિયાન ન્યુઝીલેન્ડ સામે 62 બોલમાં જ સદી ફટકારી દીધી હતી. આ પછી ધોનીની વર્લ્ડ કપમાં પાંચમાં નંબર પર ઉતરવાની સંભાનવા વધી ગઈ. આ રીતે બીજી વોર્મ-અપ મેચમાં કેએલ રાહુલ અને ધોનીએ સદી ફટકારીને વર્લ્ડ કપ પહેલા ઘણી ટીમોને ચેતવણી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતે બાંગ્લાદેશને 95 રનથી હરાવ્યું હતું.

ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રક સિંહ ધોની (વિકેટકીપર) , કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ધોનીનાં તોફાનમાં ઉડ્યાં બાંગ્લાદેશી, ફરીવાર દરેકને જવાબ આપ્યો ‘બુઢા હોગા તેરા બાપ’ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/in-icc-cricket-world-cup-2019-ms-dhoni-perfomance-on-warm-up-match/
via Best Gujarati News

0 Comments