નવી દિલ્હી :

સરકાર દ્વારા પ્રોસેસરો માટે કઠોળનો આયાત ક્વોટા વધારવામાં આવે એવી શક્યતા છે, એમ મિલર્સ અને વેપારીઓએ જણાવ્યું હતું. સ્થાનિક અને વૈશ્વિક બજારમાં તુવેરના ઓછા પુરવઠાને પરિણામે ભાવમાં વધારો જોવા મળ્યો છે અને એક કિલોનો ભાવ રૂ.૧૦૦ સુધી પહોંચી ગયો છે. અડદ દાળ અને પીળા વટાણા જેવા કઠોળના ભાવમાં પણ તેજી જોવા મળી છે, એમ તેમણે જણાવ્યું હતું.

તુવેર માટે સરકારે બે લાખ ટનની આયાતનો ક્વોટા જાહેર કર્યો છે. તદુપરાંત વધારાના અમુક લાખ ટન ક્વોટાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે એવી ધારણા છે. બે વર્ષ કરતા થોડા વધુ સમય સુધી તુવેરના ભાવ એકંદરે જળવાઈ રહ્યા બાદ તેમાં તેજી જોવા મળી રહી છે. વર્તમાન વર્ષે ચોમાસું સામાન્ય કરતા ઓછંે રહેવાની ધારણા છે અને આથી કઠોળના વાવેતર વિસ્તારોને અસર થવાની શક્યતા છે. આ બાબતને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા તુવેર અને અન્ય કઠોળ માટે આયાત ક્વોટા વધારવામાં આવશે, એમ ઈન્ડિયન પલ્સિસ એન્ડ ગ્રેન એસોસિયેશનના પ્રમુખ બિમલ કોઠારીએ જણાવ્યું હતું. વધારાના ક્વોટામાં સાતથી આઠ લાખ ટન તુવેરનો સમાવેશ કરાશે. સરકાર અને રાજ્યની એજન્સીઓ પાસે કઠોળનો સ્ટોક છે તથા આવશ્યક્તા અનુસાર તેઓ સંગ્રહિત જથ્થાને બજારમાં ઠાલવી શકે, એમ દિલ્હીના એક વેપારીએ જણાવ્યું હતું. વિશ્વમાં છેલ્લાં થોડાં વર્ષોથી તુવેરનું ઉત્પાદન ઓછું હોવાથી ભારતની આયાત મર્યાદિત રહી છે.

ભારત દ્વારા મોઝામ્બિક, માલવાઈ અને ટાન્ઝાનિયાથી તુવેરની આયાત કરવામાં આવે છે. અડદની આયાત મ્યાનમારથી અને પીળા વટાણાની આયાત કેનેડા, રશિયા અને યુક્રેનથી કરવામાં આવે છે. દેશમાં ઓછા પુરવઠાને કારણે ૪ લાખ ટન પીળા વટાણાની આયાત કરવા દેવા અમે વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુને અનુરોધ કર્યો છે, એમ ઓલ ઈન્ડિયા દાલ મિલર્સ એસોસિયેશનના પ્રમુખ સુરેશ અગ્રવાલે જણાવ્યું હતું. કઠોળના ભાવ માટે અને આયાત માટે સરકારના નિર્ણય અંગે ચોમાસું નિર્ણાયક પરિબળ બની રહેશે. ચોમાસું કમજોર રહેશે તો આપણે કઠોળની વધુ આયાત કરવાની રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.    રવી મોસમમાં તુવેરના પાકમાં હાલમાં ૧૨થી ૧૫ ટકા ઘટાડો જોવાયો છે. આને પરિણામે છેલ્લાં બે મહિનામાં તેનો ભાવ ૬૫ ટકા વધી ક્વિન્ટલના રૂપિયા ૫,૬૦૦ – રૂપિયા ૫,૭૦૦ ઉપર પહોંચી ગયો છે, એમ એક વેપારીએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કેન્દ્ર સરકાર દ્વારા કઠોળનો આયાત ક્વોટા વધારવામાં આવે એવી શક્યતા appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/tough-by-center-government/
via Best Gujarati News

0 Comments