ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ મહેન્દ્રસિંહ ધોની શું કરશે? આ રહ્યો તેનો જવાબ!
ભારતીય સિનિયર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટને અલવિદા કર્યાબાદ ઔપેઇન્ટિંગમાં પોતાની કારકિર્દી ઘડી શકે છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા તેના વીડિયોમાં તેણે આવો સંકેત આપ્યો છે. ધોનીએ વીડિયોમાં જણાવ્યું હતું કે હું બાળપણથી આર્ટિસ્ટ બનવા માગતો હતો.
હું ઘણું ક્રિકેટ રમી ચૂક્યો છું અને હવે મારે હકીકતમાં શું બનવું છે તે અંગે વિચારવાનો સમય આવી ગયો છે. આ કારણથી મેં પેઇન્ટિંગ કરવાનું પણ શરૂ કરી દીધું છે. મેં કેટલાક પેઇન્ટિંગ તૈયાર પણ કર્યા છે. હું કારકિર્દી તરીકે પેઇન્ટિંગને અપનાવવાનું વિચારી રહ્યો છું.
વન-ડે વર્લ્ડ કપ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ધોનીનો આ વીડિયો સપાટી પર આવ્યો છે. જોકે અત્યારે તે ક્રિકેટને અલવિદા કરવાના કોઇ મૂડમાં નથી પરંતુ આ વીડિયો વાઇરલ થયા પછી ધોની વર્લ્ડ કપ બાદ ક્રિકેટને અલવિદા કરશે તેવી અટકળોને વેગ મળ્યો છે.
ધોનીએ વીડિયોમાં જાતે બનાવેલી ત્રણ પેઇન્ટિંગ પણ બતાવી છે. પ્રથમ ઔપેઇન્ટિંગ કુદરતી દૃશ્ય પર આધારિત છે. બીજામાં તેણે ભવિષ્યના ટ્રાન્સપોર્ટ અંગે કાર્ય કર્યું છે. તેણે પોતાની ત્રીજી પેઇન્ટિંગ સૌથી વધારે પસંદગીની બતાવી છે. આ પેઇન્ટિંગમાં એક બેટ્સમેન ચેન્નઇ સુપર કિંગ્સની જર્સી પહેરીને ઊભો છે. ધોનીએ તેને પોતાની રેપ્લિકા તરીકે વર્ણવી હતી. વીડિયોમાં તેણે ક્યારેય નિવૃત્તિ અંગે વાત કરી નથી. ધોની ઇંગ્લેન્ડ ખાતેના વર્લ્ડ કપમાં ભારતનો પ્રથમ પસંદગીનો વિકેટકીપર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ મહેન્દ્રસિંહ ધોની શું કરશે? આ રહ્યો તેનો જવાબ! appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/after-retiring-from-cricket-mahendra-singh-dhoni-will-now-try-his-hand-in-painting/
via Best Gujarati News
0 Comments