આનંદ એલ. રાયની ફિલ્મ શુભ મંગલ સાવધાન લોકોને ખૂબ ગમી હતી. અલબત્ત આનંદની બીજી ફિલ્મોની માફક જ આ પણ એક લો બજેટ ફિલ્મ હતી, તેમ છતાં ફિલ્મની સ્ટોરીલાઇન એટલી મજબૂત હતી કે ફિલ્મે ધૂમ કમાણી કરી અને બોક્સઓફીસને સુપરહિટ ફિલ્મ આપી. હવે શુભ મંગલ સાવધાનની સફળતા બાદ આયુષ્યમાન ખુરાના અને આનંદ.એલ. રાય આ જ ફિલ્મની સિક્વલ લઇને આવી રહ્યા છે. જેનું નામ શુભ મંગલ ઝ્યાદા સાવધાન રાખવામાં આવ્યું છે. આયુષ્માનની બીજી ફિલ્મોની માફક આ ફિલ્મનો સબજેક્ટ પણ હટકે જ છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના ગેનું કેરેક્ટર પ્લે કરશે. તેણે તાજેતરમાં જ આ વિશે પોતાના સોશીયલ મિડીયા એકાઉન્ટ થકી જાણકારી આપતાં કહ્યું હતું કે હોમોસેક્સ્યુઅલ સબજેક્ટ ઉપર અમે એક ફિલ્મ બનાવવા જઇ રહ્યા છીએ. આ શુભ મંગલ સાવધાનની સફળતા પછીની બીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં આયુષ્યમાન સાથે કોણ હશે તે હજી નક્કી નથી થયું.  હાલમાં તેની ફિલ્મોને કારણે ચર્ચામાં રહેલો અને સફળતા મેળવતો આયુષ્યમાન ખુરાના તેની આવનાર ફિલ્મ શુભ મંગલ ઝયાદાને લઈને ઉત્સાહિ પણ એટલોજ છે. તેણે જણાવ્યું હતું કે,  અભિનેત્રીની શોધ બાદ  ફિલ્મનું શૂટિંગ પણ જલ્દી શરૂ થઈ જશે. હવે જોવાનું રહ્યું કે ફિલ્મ શુભ મંગલ ઝયાદા સાવધાનનું શુભ મુહર્ત ક્યારે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આયુષ્યમાન ખુરાના કહે છે, શુભ મંગલ ઝ્યાદા સાવધાન! જાણી લો કેમ?   appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/life-is-like-that/
via Best Gujarati News

0 Comments