આખેઆખું શહેર વિનાશમાં સપડાયલું શી રીતે દેખાય?
પર્દે કે પીછે
હોલીવૂડની એક ફિલ્મ હતી, વોકિંગ ડેડ. એમાં બરબાદ થઈ ગયેલા શહેરમાં પાછા ફરતા એક બેહાલ માણસના અનુભવોની વાત હતી. એકપણ માણસ વગરના બેહાલ અને બરબાદ શહેરમાં ઠેકઠેકાણે ફરતો આ માણસ પોતે પણ જાણે જીવતી લાશ હોય એવો એને અનુભવ થાય છે.
આખા શહેરમાં ચારેબાજુ વિનાશ ફેલાયો હોય એવું શુટીંગ કરવું અને એ પણ વિવિધ લોકેશનો પર જ્યાં જ્યાં પેલો માણસ જતો હોય એ બધા સ્થળો પર કરવું, પારાવાર ખર્ચ અને મહેનત તથા સમય માગી લે એવું કામ બને. હજારો લોકોએ દિવસ-રાત કામ કરીને બરબાદ શહેરની ભાંગી-તૂટી ઈમારતોના સેટ બનાવવા પડે. રસ્તાઓ પર કાટમાળ લાવીને ગોઠવવો પડે.
જોકે વીએફએક્સના કારણે આ ફિલ્મમાં સેટ બનાવવા નથી પડયા અને કાટમાળ લાવીને વિખેરવો નથી પડયો. સરસ મઝાના શહેરમાં અનેક લોકેશન પસંદ કરી ત્યાં લીલા પડદા લગાવી એની આગળ જરૂરી મટિરિયલ ગોઠવીને શુટીંગ કરી લેવાયું છે. પછી ટુકડેટુકડા થઈ ગયેલું શહેર અને કાટમાળ કમ્પ્યૂટરની મદદથી ઉમેરી દેવામાં આવ્યાં છે.
જેમ કે અહીં ઉપરના ફોટોમાં એક આખી ઈમારત આગળ લીલો પડદો લગાવી પડદાની આગળ ભંગાર હેલિકોપ્ટર અને એની આસપાસ ભંગાર ટુકડાઓ મૂકી હીરો એની પાસે જતો હોય એવું દ્રશ્ય શુટ કરી લેવમાં આવ્યું. પછીથી નાશ પામી ગયેલા શહેરના દ્રશ્યો ઉમેરી દેવામાં આવ્યા. એ કરામત પછી પડદા પર એ શહેર કેવું દેખાય છે એ નીચેના ફોટોમાં જોવા મળે છે.
શહેરમાં વેરાયેલો ભંગાર, કચરો, બિલ્ડીંગમાં પડેલાં ગાબડાં, એકપણ પાંદડા વગરનું વૃક્ષ, તૂટેલાં-ફૂટેલાં વાહનો અને લશ્કરી કમાન્ડ પોસ્ટ જેવી ચોકી કમ્પ્યૂટરની મદદથી ઉમેરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આખેઆખું શહેર વિનાશમાં સપડાયલું શી રીતે દેખાય? appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/all-in-the-town-destruction-sp/
via Best Gujarati News
0 Comments