વિસ્ફોટ બેટ્સમેન રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ છે. રોહિત શર્મા મેદાન પર પોતાની ધમાકેદાર બેટિંગ માટે જાણીતો છે. આ વર્લ્ડ કપમાં તેની ભૂમિકા મહત્વની રહેશે. વર્લ્ડ કપ શરૂ થયા પહેલા દરેક ખેલાડી સારું પ્રદર્શન કરવા જોરદાર મહેનત કરી રહ્યા છે.

આ દરમિયાન રોહિત શર્મા થોડોક મસ્તીમાં જોવા મળ્યો. આઈસીસીનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર રોહિત શર્માનો એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેણે મસ્તીભરેલા અંદાજમાં સાથી ખેલાડીઓ સાથે જોડાયેલા ખુલાસાઓ કર્યા છે. આ વિડીયોમાં તેને રૈપિડ ફાયર સેશન અંતર્ગત ઘણા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જેના રોહિતે મસ્તીભર્યા અંદાજમાં જવાબ આપ્યા હતા.

રોહિત શર્માને પુછવામાં આવ્યું કે, “ટીમ ઇન્ડિયામાં સૌથી ખરાબ ડાન્સર કોણ છે?” તેના જવાબમાં રોહિતે જરા પણ સમય બગાડ્યા વગર હાર્દિક પંડ્યાનું નામ આપ્યું હતુ. ત્યારબાદ તેણે એ પણ કહ્યું કે, “હાર્દિક સૌથી વધારે ગૂગલ પર પોતાને સર્ચ કરે છે.” આ દરમિયાન રોહિતે સાફ-સફાઈ ના રાખવાનાં કારણે શિખર ધવનને સૌથી ગંદો રૂમમેટ ગણાવ્યો છે. જ્યારે રોહિતને પુછવામાં આવ્યું કે, “ટીમમાં કયો ખેલાડી સૌથી વધારે સમય જીમમાં પસાર કરે છે?” તેના જવાબમાં રોહિત શર્માએ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનું નામ આપ્યું હતુ.

તો, “સવારે વહેલા ઉઠતા સમયે કયો ખેલાડી સૌથી વધારે થાકેલો અને ગુસ્સામાં હોય છે?” તેવા પ્રશ્નનાં જવાબમાં તેણે પોતાનું નામ જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન છે. તે વિરાટ બાદ ટીમનો સૌથી શાનદાર બેટ્સમેન છે. ગત વર્લ્ડ કપથી અત્યાર સુધી રોહિત શર્માએ 3790 રન બનાવ્યા જેમાં 15 સદી અને 16 અડધી સદી સામે છે. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 95.29 રહી છે. આઈપીએલ-12માં રોહિત શર્માનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નહોતુ. 32 વર્ષનો રોહિત શર્મા દુનિયાનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે વન ડેમાં 3 બેવડી સદી ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ: ભારતીય ટીમનો સૌથી ‘ગંદો’ ખેલાડી કોણ? રોહિત શર્માએ ખોલી દીધી પોલ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/rohit-sharma-talking-about-secrets-of-indian-players/
via Best Gujarati News

0 Comments