ટીમ ઇન્ડિયાનાં અત્યારનાં કૉચ અને પૂર્વ બેટ્સમેન રવિ શાસ્ત્રી આજે સોમવારનાં રોજ 57 વર્ષનાં થઈ ગયા છે. આ અવસર પર મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, ઑપનર રોહિત શર્મા, શિખર ધવન, સુરેશ રૈના સહિતનાં ખેલાડીઓએ તેમને શુભકામનાઓ આપી છે. સચિને શાસ્ત્રી સાથેની એક તસવીર પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘હેપ્પી બર્થ ડે રવિ શાસ્ત્રી. વર્લ્ડ કપ માટે ઑલ ધ બેસ્ટ.’ તો ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટ કરતા લખ્યું કે, ‘એક દોસ્ત, મેન્ટર અને સૌથી ઉપર એક ઘણા જ સારા વ્યક્તિ. હેપ્પી બર્થ ડે રવિ ભાઈ.’

ભારતીય ટીમનાં ઑપનિંગ બેટ્સમેન શિખર ધવને લખ્યું કે, ‘હેપ્પી બર્થ ડે રવિ ભાઈ. તમારી સાથે સફર સારી રહી. પાર્ટી હાર્ડ, કેમકે ડૉક્ટરે આદેશ આપ્યો છે.’ આ ટ્વિટ પર રવિ શાસ્ત્રીએ જવાબ આપતા લખ્યું છે કે, ‘આભાર શિક્કી (શિખર).’ ભારતીય ટીમનાં વાઇસ કેપ્ટન રોહિત શર્માએ લખ્યું છે કે, ‘જન્મદિવસની તમને દરેકને ઘણી ઘણી શુભકામનાઓ, સ્વસ્થ રહો અને ખુશ રહો.’ તો ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા સુરેશ રૈનાએ લખ્યું કે, ‘હેપ્પી બર્થડે, વર્લ્ડ કપ માટે શુભકામનાઓ.’ આ ઉપરાંત આંજિક્ય રહાણેએ પણ જન્મદિવસ પર રવિ શાસ્ત્રીને વિશ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે રવિ શાસ્ત્રીએ 80 ટેસ્ટ અને 150 વન ડે રમી છે. વર્ષ 1992માં તેમણે પોતાના કેરિયરની અંતિમ આંતરરાષ્ટ્રિય મેચ રમી હતી. શાસ્ત્રીએ ટેસ્ટમાં 3830 અને વન ડેમાં 3108 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વિરાટ કોહલીએ ટ્વિટ કરીને જણાવ્યું કોણ છે તેનો દોસ્ત અને સૌથી સારો વ્યક્તિ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/virat-kohli-and-other-cricketer-wishes-ravi-shastri-on-his-birthday/
via Best Gujarati News

0 Comments