થલેતજના ગુલાબટાવર રોડ પર IIM ર્મોનિંગવોક કરવા પિતા સાથે નીકળેલી પુત્રીને પિતાએ હેરસલુનમાં જવાનું હોવાથી સોસાયટીના ગેટથી 200 મીટર દૂર ઉતારી હતી. ઘર તરફ જઈ રહેલી કિશોરી વક્ષઃસ્થળે અડપલાં કરી બ્લુ બુલેટનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે ફફડતી અને ચોંધાર આંસુએ રડતી કિશોરીને કાકાએ હિંમત આપી પૂછપરછ કરતાં વિગત મળી હતી. કિશોરીના શેરબ્રોકર પિતા અને કાકાએ છેડતીની ઘટનાના સીસીટીવી ફૂટેજ રજૂ કરી સોલા પોલીસ સ્ટેશનમાં મંગળવારે રાત્રે ફરિયાદ કરી હતી.બુલેટ નંબરના આધારે બે સંતાનના પિતા એવા ગેરેજ સંચાલકને પોલીસે ઝડપ્યો છે. આરોપી પેરાલીસીસગ્રસ્ત પિતાની દવા નીકળ્યો ત્યારે આ કૃત્ય આચર્યું હતું.

થલતેજ વિસ્તારમાં રહેતાં અને શેર ખરીદ લે-વેચની ઓફીસ ધરાવતાં વિજયભાઈ (નામ બદલ્યું છે) મંગળવારે સવારે 17 વર્ષની પુત્રી દિવ્યા (નામ બદલ્યું છે)ને લઈને મોર્નિંગવોકમાં જવા માટે આઈઆઈએમ ગયા હતા. આઈઆઈએમથી પરત ફર્યા બાદ દિવ્યાને વિજયભાઈએ સોસાયટીના ગેટથી 200 મીટર દૂર સવારે 8 વાગ્યે ઉતારી ત્યારે તેની છેડતીનો બનાવ બન્યો હતો. બાદમાં દિવ્યા બિમાર થઈ ગઈ હોવાથી પરિવારને મામલાને ગંભીરતાથી લઈને આરોપી સામે રાત્રે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે થલતેજની કાંકરિયા સોસાયટીમાં રહેતાં પાર્શ્વ શ્રૈયાંસ શાહ (ઉં,36ની ધરપકડ કરી હતી. આરોપી પરિણીત હોવાનું બે સંતાનનો પિતા હોવાની વિગત મળી છે. હાલમાં તે આશ્રમરોડ પર ગેરેજ ચલાવે છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેણે જેલહવાલે કર્યો છે. પોલીસને પરિવારજનોએ અન્ય મહિલાની આસપાસ પણ આરોપી ચક્કર લગાવતો હોવાના ફૂટેજ પણ આપ્યા છે.

છેડતીની બે ઘટના બની પણ ફરિયાદ નથી

શેરબ્રોકરની પુત્રી સાથે બની તેવી જ ઘટના એક માસ પહેલા ૯ વર્ષની બાળકી સાથે બની જેમાં બ્લૂ વાહનનો ઉલ્લેખ છે. ઘટનાને પગલે બાળકી બેહોશ થઈ ગઈ હોવા છતાં પણ માતાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. તે પછી કેમ્બે હોટલ પાસે પણ એક મહિલાની છેડતીની ઘટના ત્રણ માસ અગાઉ બની હતી. પોલીસને બંને કેસમાં પણ આરોપી પાર્શ્વનો હાથ હોવાની શંકા છે. ભોગ બનનાર ફરિયાદ આપે તો મામલો બહાર આવે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમદાવાદમાં બે સંતાનના પિતાએ કિશોરીનાં વક્ષઃસ્થળે હાથ ફેરવી છેડતી કરી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/in-ahmedabad-the-father-of-two-children-girl-harassment/
via Best Gujarati News

0 Comments