મે મહિનાના આકરા તાપમાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યાં છે, છેલ્લા સાત-આઠ દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં આગ વરસાવતી ગરમી વર્તાઈ રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોચતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેસુ છે. આજે બુધવારે તો પારો ઉચકાતા શહેરમાં તાપમાન 44.3 ડિગ્રી નોધાયુ હતુ. આગામી એક અઠવાડીયા સુધી અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ રહેવાની આગાહી જારી કરવામાં આવી છે. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 44.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.7 ડિગ્રી તાપમાન નોધાયુ હતુ. ડીસામાં પણ પારો 43.4 ડિગ્રીએ પહોચ્યો હતો. ચામડી દઝાડતી આ ગરમીથી લોકો તોબાહ પોકારી ઉઠયાં છે.

ઉનાળાની સિઝનમાં બીજી વખત અમદાવાદ શહેરમાં આજે તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોચ્યો હતો અને હજુ ત્રણ દિવસ સુધી ૪૪ ડિગ્રી તાપમાન નોધાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. કાળઝાળ ગરમીના લીધે બપોરના સમયે શહેરના રસ્તાઓ સૂમસામ બન્યાં હતાં. આરોગ્ય વિભાગ દ્વારા સલાહ-સૂચનો જારી કરાઈ રહ્યાં છે કે, ગરમીથી બચવા માટે સતત પ્રવાહી પીવાનો આગ્રહ રાખવો, કામ સિવાય ઘરની બહાર નિકળવાનું ટાળો.

ઉલ્લેખનીય છે કે, ગરમી વધતા રોગચાળો પણ વધ્યો છે, હોસ્પિટલોમાં ઝાડા-ઉલટી અને ટાઈફોઈના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

ક્યાં કેટલી ગરમી (ડિગ્રીમાં)
અમદાવાદ 44.3
ડીસાઈં૪૩.૪
ગાંધીનગર 44.4
વિ.વિ.નગર 42.5
વડોદરા 41.9
ભાવનગર 41.5
સુરત 36.4
રાજકોટ 42.5
સુરેન્દ્રનગર 44
ભુજ 41.5
નલીયા 37
કંડલા એરપોર્ટ 44.7

અઠવાડીયા સુધી અમદાવામાં કેટલી ગરમી રહેશે
30 મે 44 ડિગ્રી
31 મે 44 ડિગ્રી
01 જૂન 42 ડિગ્રી
02 જૂન 42 ડિગ્રી
03 જૂન 43 ડિગ્રી
04 જૂન 43 ડિગ્રી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાજ્યભરમાં આગ વરસાવતી ગરમી, અમદાવાદ 44.3 ડિગ્રી, ગાંધીનગરમાં 44.4 ડિગ્રી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/the-statewide-heat-wave-ahmedabad-44-3-degrees/
via Best Gujarati News

0 Comments