ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી, અમદાવાદમાં 48.10 લાખનો દારૂ ઝડપાયો
ગુજરાતમાં દારૃની બંદી ને રોકવા માટે પોલીસે અભિયાન છેડયુ છે જે અંર્તગત અમદાવાદ જીલ્લાના અસલાલી પોલીસ મથકમાં આવતા ઓડ ગામની સીમમાં છુપાવીને રાખવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયો હતો.આ દરોડામાં પોલીસે ૮૦૩ પેટી ખેતરમાં છુપાવેલી હતી તે ઝડપી પાડયો હતો.પોલીસે દરોડામાં બે વાહનો પણ જપ્ત કર્યા હતા.પોલીસે ૪૮.૧૦ લાખનો દારૃ તથા બે વાહનો સાથે કુલ ૫૨ લાખનો દારૃ અને મુદમાલ જપ્ત કર્યા હતા.આ બાબતે પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની મળતી માહીતી મુજબ અસલાલી પોલીસ મથકની હદમાં આવતા ઓડ ગામની સીમમાં પરપ્રાંતિય વિદેશી દારૃ છુપાવ્યો હોવાની પાકકી બાતમીને આધારે અસલાલી પોલીસે ઓડની સીમમાં આવેલા દશરથભાઇ મણીભાઇ પટેલના પડતર ખેતરમાં દરોડો પાડયો હતો.અને આ ખેતરમાં તાડપત્રીની નીચે છુપાવેલો પરપ્રાંતિય દારૃનો મોટો જથ્થો મળી આવ્યો હતો.સાથે બે માલવાહક વાહનો પણ સ્થળ પરથી મળી આવતા પોલીસે તેને પણ જપ્ત કરી પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરી ખેતર માલીક વિરૃધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસને દરોડામાં પરપ્રાંતિય વિદેશી દારૃની ૮૦૩ પેટીઓ માંથી ૯૬૩૬ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૃા.૪૮૧૦, ૯૮૦,તથા અતુલ શકિત બંધ બોડીની ગાડી અને અશોક લેલન્ડ કંપનીની દોસ્ત ગાડી મળી કુલ ૩,૯૦,૦૦૦ મળી કુલ ૫૨,૦૦,૯૮૦ રૃા.નો કુલ મુદમાલ અને દારૃ ઝડપી પાડયો હતો.
પોલીસે દરોડા બાદ ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આટલી વિશાળ માત્રામાં ખુલ્લેઆમ ખેતરમાં છુપાવીને રાખેલ દારૃનો જથ્થો કયાં થી આવ્યો,કોણ લાવ્યુ,કેટલા વખતથી આ પ્રકારે આ ધીકતો ધંધો ચાલતો હતો,અહીંથી કયાં કયાં દારૃ મોકલવામાં આવતો હતો.જેવા અનેક સવાલોના જવાબો પોલીસ આરોપીને ઝડપી પાડયા બાદ તપાસ દરમ્યાન બહાર લાવશે.હાલ તો મુખ્ય આરોપી ફરાર હોવાથી પોલીસ અરોપીઓને ઝડપી પાડવા મથામણ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી, અમદાવાદમાં 48.10 લાખનો દારૂ ઝડપાયો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/48-10-lakh-liquor-was-arrested-in-ahmedabad/
via Best Gujarati News
0 Comments