અમદાવાદ મેટ્રોની નીકળી ગઇ હવા! મુસાફરો પુલ પર રઝળ્યા, જુઓ વીડિયો
અમદાવાદીઓના મનમાં મેટ્રો ટ્રેનને લઇને કેટલીય જિજ્ઞાસા છે. તે તમે સાફ સમજી શકો છો અમદાવાદમાં 15 જાન્યુઆરીથી મેટ્રોનો પ્રથમ ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો હતો. આ ટ્રાયલ રન કુલ 6 કિલોમીટરનો છે. હાલમાં અમદાવાદનાં એક વિસ્તારમાં મેટ્રો ટ્રેન ચાલી રહી છે અને અમદાવાદીઓ તેની મજા પણ માણી રહ્યા છે પરંતુ આજનો દિવસ મુસાફરો માટે પરસેવો પાડનાર રહ્યો. લગભગ 300 જેટલા મુસાફરો મેટ્રોનાં અટકી પડવાનાં કારણે રજળી પડ્યા હતાં.
અમદાવાદમાં મેટ્રો ટ્રેન અટકી પડી હતી અને મુસાફરો રઝળી પડ્યા હતા. અમદાવાદનાં અમરાઇવાડી હાઇવે પુલ પર મેટ્રો ટ્રેન અચાનક અટકી પડી હતી. જેના કારણે લગભગ 300 જેટલા મુસાફરોને રસ્તા વચ્ચે જ ઉતારી દેવામાં આવ્યા હતાં. જેના કારણે મુસાફરોએ પુલ પર ચાલીને આગામી સ્ટેશન સુધી પહોંચ્યા હતાં. લગભગ 300 જેટલા મુસાફરો પુલ પર એક સાથે ચાલતા લોકોમાં આશ્ચર્ય પણ સર્જાયું હતું જેના કારણે નીચે ઉભેલા લોકોએ તેમનો વીડિયો પણ ઉતાર્યો હતો.
જો કે, શહેરમાં યોજાયેલી મેટ્રો ટ્રેનની મોકડ્રીલ મુસાફરોની સલામતીની ખાતરી કરવા માટે યોજાઇ હતી. પરંતુ પહેલા તેની જાણ લોકોને કરવામાં આવી નહોતી. પરંતુ જ્યારે મોકડ્રીલની જાણ થઇ ત્યારે સૌ-કોઇએ હાશકારો અનુભવ્યો હતો.
ત્યાં જ મેટ્રો ટ્રેન અટકી પડતા અધિકારીઓ દોડતા થઇ ગયા હતાં. પરંતુ મેટ્રો શામાટે અટકી પડી તે અંગે મેટ્રોનાં અધિકારીઓ કોઇ પણ પ્રકારનું નિવેદન આપ્યું ન હતું.
એક કૉચનો ખર્ચ 10.50 કરોડ
મેટ્રો ટ્રેનનાં એક કૉચનો ખર્ચ 10.50 કરોડ છે. 40 કિમીની અંદર આવા 96 કૉચ જોઇએ. મેટ્રોનાં એક કૉચની અંદર 40 લોકોની સીટિંગ કેપિસિટી સાથે 300 લોકો સવાર થઈ શકશે. 10 વર્ષ સુધી 3 કૉચની ટ્રેન દોડાવવામાં આવશે, ત્યારબાદ 6 કૉચની ટ્રેન દોડાવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમદાવાદ મેટ્રોની નીકળી ગઇ હવા! મુસાફરો પુલ પર રઝળ્યા, જુઓ વીડિયો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-metro-train-stopped-in-half-of-the-way/
via Best Gujarati News
0 Comments