દાહોદના ચાંદાવાડા ગામે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ એક વ્યક્તનું મોત નિપજ્યું હતું જ્યારે બીજો યુવાન સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના ચાંદાવાડા ગામે ફૂલ સ્પીડમાં આવતા બે બાઇકો વચ્ચે ભયાનક ટક્કર થઇ હતી. આ ટક્કરમાં બે બાઇક ઉપર આવતા ચાર લોકો જમીન ઉપર પટકાયા હતા. જેમાં બે સ્ત્રી અને બે પુરુષ હતા. જે પૈકી બેના ઘટના સ્થળે મોત થયા હતા.

આ સાથે જ આ અકસ્માતમાં લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થએ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ બાઇકોની ટક્કર એટલી ભયાનક હતી કે બંને બાઇકોનો કૂચડો બોલાઇ ગયો હતો. અકસ્માતનાં પગલે ઘટનાસ્થળે સ્થાનિકોનાં ટોળા ઉમટી પડ્યા હતાં. અકસ્માત અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દાહોદમાં બે બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, બે લોકોના મોત appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/two-people-died-horrific-accident-in-dahoda/
via Best Gujarati News

0 Comments